BREAKING NEWS

રાજકોટમાં મહાનુભાવોના રૂટ ઉપરથી રખડું કૂતરા દૂર કરવા કમિટી, ઉપેન્દ્ર પટેલને જવાબદારી

  • December 16, 2025 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવસિટી ખાતે રાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સહયોગમાં રાજકોટ મહાનગરપાલિકાના ૨૦૦થી વધુ અધિકારીઓ અને ઇજનેરોને ફરજ સોંપતો આઠ પેઇજનો વિસ્તૃત હુકમ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવ્યો છે, હુકમમાં વિવિધ કામો માટે કુલ ૧૯ કમિટીની રચના કરવામાં આવી છે.


વાઇબ્રન્ટ ગુજરાતના પ્રભાવ અને પહોંચને વધુ વિસ્તરે તે માટે, ગુજરાત સરકાર રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. વિકસિત ભારત ૨૦૪૭ના દ્રષ્ટિકોણ સાથે સંલગ્ન અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આધારે, આ કોન્ફરન્સનું લક્ષ્ય પ્રાદેશીક ઔદ્યોગિક વિકાસ, વિવિધ ક્ષેત્રોમાં રોકાણોને પ્રોત્સાહન આપવું તેમજ વૈશ્વિક સહભાગીદારીને વધારવાનું છે. પ્રાદેશિક કોન્ફરન્સનો હેતુ પ્રાદેશિક અર્થવ્યવસ્થાઓને મજબૂત બનાવવી, નવીનતાને પ્રોત્સાહન આપવું અને રાજ્યના દરેક ભાગમાં વ્યૂહાત્મક રોકાણોને સુવિધાજનક બનાવવાનો છે. પ્રાદેશીક કોન્ફરન્સની સિદ્ધિઓ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ વાઇબન્ટ ગુજરાત કોન્ફરન્સનું આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમ્યાન મારવાડી યુનિવર્સિટી, મોરબી રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.


આ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ સહિત રાજ્યના તથા દેશના વિવિધ ક્ષેત્રના ઉધોગ માહસિકો, વ્યાપારી સંગઠનો, ડેલીગેટ્સ, મહાનુભાવો, અધિકારીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે તેમજ તેઓની રાજકોટ શહેરમાં અવર-જવર રહેનાર હોઇ, રાજકોટ શહેર માટે ખુબ મહત્વનો અને અગત્યનો કાર્યક્રમ બની રહે છે. આ કોન્ફરન્સ માટે રાજકોટ શહેરમાં આવનાર મહાનુભાવો, મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ શહેર વિશેની એક આગવી ઓળખ અને છાપ પ્રસ્થાપિત થાય અને આ કોન્ફરન્સ ભવ્ય સફળ થાય તે હેતુસર નીચેની વિગતે અધિકારીઓને કામગીરી સુપ્રત કરવા વિવિધ સમિતિઓની રચના કરવા અને આ સમિતિમાં અધિકારી-કર્મચારીઓને જવાબદારી સુપ્રત કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કુલ ૨૦૦થી વધુ અધિકારીઓ અને ઇજનેરોને ફરજ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે.


મ્યુનિ.કમિશનર દ્વારા ૧૯ કમિટીની રચના

૧.એરપોર્ટ ટુ એરપોર્ટ રૂટ તથા ઓવરઓલ સુપરવિઝન અને સંકલન સમિતિ

૨.ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ઝોનવાઈઝ કામગીરીનું સુપરવિઝન અને સંકલન કમિટી

૩.રેસકોર્સ બ્યુટિફિકેશન સંકલન કમિટી

૪.અટલ સરોવર લાયઝન તથા વ્યવસ્થાપન કમિટી

૫.ટ્રાફિક સર્કલ બ્યુટિફિકેશન કમિટી

૬.ટ્રાફિક એન્જિનિયરિંગ સંકલન કમિટી

૭.સ્વચ્છતા કમિટી

૮.પર્યટન સ્થળ ઝૂ વ્યવસ્થાપન કમિટી

૯.પર્યટન સ્થળ રામવન વ્યવસ્થાપન કમિટી

૧૦.પર્યટન સ્થળ મહાત્મા મ્યુઝિયમ કમિટી

૧૧.અસ્થાયી દબાણ હટાવ કમિટી

૧૨.ટાઉન પ્લાનિંગને લગત કામગીરીની કમિટી

૧૩.ગાર્ડન શાખાને લગત કામગીરીની કમિટી

૧૪.પ્રચાર પ્રસાર તથા આઇ.ઇ.સી. કમિટી

૧૫.પ્રવાસન સ્થળ માહિતી સંકલન કમિટી

૧૬.પ્રાણી રંજાડ અંકુશને લગત કામની કમિટી

૧૭.પ્રેસ મીડિયાને લગત કામગીરીની કમિટી

૧૮.સુપરવિઝન અને રિપોર્ટિંગને લગત કામગીરીની કમિટી

૧૯.કાર્યક્ષેત્ર હેઠળના બિલ્ડિંગનું સુપરવિઝન અને સમારકામને લગતી કામગીરી

-નોંધ: મેટર સાથે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા ફોટો ઇમેઇલ, આરએમસી ફોલ્ડર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News