જૂનાગઢમાં જુદી જુદી બે યુવતીઓ દ્વારા દુષ્કર્મની બે શખસો સામે ફરિયાદ

  • April 26, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યા અંગે બે ફરિયાદ નોંધાતા પોલીસે યુવક સામે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હા ધરી છે.આ અંગે એ ડિવિઝનમાંથી  પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં રહેતી યુવતીને પરાગ રમેશભાઈ ચાવડા (રહે આશિયાના સોસાયટી) નામના યુવકે લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ  સપ્ટેમ્બર ૨૩ી માર્ચ ૨૪ એમ છ માસના સમયગાળા દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધી લગ્નની ના પાડતા  નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે યુવક સામે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલ ડીવાયએસપી જે કે ઝાલા એ હા ધરી છે. તો બળાત્કારની અન્ય ફરિયાદમાં એ ડિવિઝન વિસ્તારમાં રહેતી યુવતીને  તરઘડી ગામના જીગર મહેશ પરમાર નામના યુવકે લગ્નની લાલચ આપી ફેબ્રુઆરીી માર્ચ દોઢ  માસના  સમયગાળા દરમિયાન મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા અંગેના બનાવમાં પોલીસે યુવક સામે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલ ડીવાયએસપી જે કે ઝાલાએ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application