રાજકોટમાં મતદાતાઓ માટે "હેરીટેજ" થીમ આધારિત મતદાન મથક બનશે આકર્ષણનું કેન્દ્ર

  • May 06, 2024 09:20 PM 
લોકસભાની ચૂંટણીને લઈ મતદાન બુથ પર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિવિધ થીમ સાથે મતદાન બુથ બનાવવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના મતદાન મથક નં.૧૬૨, શ્રદ્ધા વિદ્યાલય ખાતે હેરીટેજ થીમ ઉપર મતદાન મથક બનવવામાં આવ્યું છે. આ હેરીટેજ થીમ અંતર્ગત રાણીની વાવ, ગુજરાતની બાંધણી, આભલા અને ભરત ગુંથણના રંગબેરંગી ચાકડાઓ, પરંપરાગત તોરણો, રાજસ્થાનનો હવામહેલ, રાજસ્થાનના કિલ્લાઓ અને આભલાઓથી મતકુટીર સજાવી છે. પોલિંગ ઓફીસરશ્રીઓ અને પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીએ રાજસ્થાની સ્ટાઇલની બાંધણીની પાઘડી પહેરશે. આ મતદાન મથક પર ૧૨૩૯ મતદાતાઓ હેરીટેજ થીમને નિહાળી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application