જકોટના મંગળારોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક મંગળવારે મધરાત્રે ફિલ્મી ઢબે બે કુખ્યાત ગેંગ વચ્ચે ઘણા સમયથી ચાલતી અદાવત અને વેરઝેર માં ધાણી ફૂટ ફાયરિંગના બનાવમાં અંતે એ ડીવિઝન ડી સ્ટાફ પીએસઆઇ ફરિયાદી બન્યા હતા અને બંને ગેંગના 11 શખ્સો સામે રાયોટીંગ તેમજ આર્મ્સ એક્ટની કલમો ઉપરાંત જુદી જુદી ભારે કલમો હેઠળ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ એ શોધી બ્રાન્ચના પીઆઇ એસએમ જાડેજાને સોંપવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસથી રાજકોટના જંગલેશ્વરના સમીર મુર્ગા ગેંગ અને પેંડાગેંગના સાગરિત ભયલો ગઢવીની ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવત અને સમયાંતરે વારંવાર ફાયરિંગના બનાવ બાદ વધુ એક વખત મધરાત્રે મંગળા રોડ પર બંને જૂથ સામસામે આવી જતા ધાણી ફૂટ ફાયરિંગ થયું હતું. આ અંગેની જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી બસીયા, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તેમજ એસઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ જાડેજા, એ ડિવિઝન પીઆઈ બી.વી બોરીસાગર અને ડિસ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે મંગળા રોડ પર દોડી ગયો હતો.
ફાયરિંગના અવાજથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મોડી રાત્રીના ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે બંને ગેંગના સાગરીતો સામસામે આવી જતા જૂની અદાવત અને વેરઝેરના ખાર માં ફિલ્મી ઢબે બંને ગેંગે સામ સામે ફાયરિંગ કરતા ફાયરિંગના અવાજ થી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો
ગેંગવોર વધુ લોહિયાળ બને નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે
જ્યારે બીજી તરફ તપાસ હાથ ધરતા જંગલેશ્વરની નામચીન રમાના પતિ જાવેદ જુનેજાને દાખલ કરાયો હોય આ ગેંગનો સંજય પોતાના પિતાની સારવાર ચાલતી હોય ગોકુલ હોસ્પિટલમાં હોવાની જાણ ભૂયલા ગઢવીની ગેંગ સુધી વાત પહોંચતાજ આ ગેંગ જંગલેશ્વર ગેંગને ભરી પીવા મંગળારોડ ખાતે દોડી ગઈ હતી, બને ગેંગોમાં લાંબા સમયથી ચાલી આવતી માથાકૂટ છેલ્લા થોડા દિવસોમાં ખૂબ ઉગ્ર બની છે અને ગેંગવોર વધુ લોહિયાળ બને નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે.
8 થી 10 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા બંને ગેંગ માંથી કોઈપણ પોલીસ ફરિયાદ કરવા નહીં આવતા અને બંનેએ અંદાજે 8 થી 10 જેટલા ફાયરિંગ કર્યા હોવાનું સામે આવતા ખુદ એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ.એમ રાણા ફરિયાદી બન્યા હતા અને બંને ગેંગના કુલ 11 શખ્સો સામે રાયોટીંગ, આર્મસ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી ભઈલા ગેંગના ત્રણ સભ્યોને સકંજામાં લઈ લીધા છે.
10 માસથી પેંડાગેંગ અને મૂર્ગા ગેંગ વચ્ચે ચાલી રહી છે અદાવત
મકરસંક્રાંતિ પર્વ એ ગોકુલધામમાં એક યુવતી પ્રશ્ને સોહીલને ગઢવી ગેંગના પરેશ અને ભયલુ ગઢવીએ માર મારી માથાકૂટ કરી હતી ત્યારબાદ તેનો બદલો લેવા ફેબ્રુઆરી માં જંગલેશ્વર ના સોહીલ તેમજ તોફિક સહિતનાઓએ પુનિત નગરમાં કારમાં ધસી આવી ગઢવી ગેંગના સાગરીત પર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ 15 ઓગસ્ટે ગઢવી ગેંગે બદલો લેવા કોઠારીયારોડ પર શાહનવાજ વેતરણ પર ફાયરિંગ કર્યું હતું આમ બંને ગેંગ એકબીજાને ભરી પીવા મોકાની રાહ જોઈ બેઠી હોય છે.
બંને પક્ષે 8 થી 10 જેટલા રાઉન્ડ ફાયર થયા ફૂટેલા કાર્ટિસ કબજે કરાયા
રાજકોટના મંગળારોડ પર ડોક્ટર અમિત હપાણીની પ્રગતિ હોસ્પિટલ પાસે થયેલ અંધાધુંધ ફાયરિંગમાં એક ટેન્કરના કાચમાં તેમજ એક કારમાં ગોળી ઘૂસી ગઈ હતી, પોલીસે હાલ તપાસ કરતા 8 થી 10 જેટલા રાઉન્ડ ફાયર થયાનું અને ફૂટેલા કાર્ટિસ કબજે કરી આરોપીઓ કોણ કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.
આ 11 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ મંગળા રોડ પર હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગના ભઈલા ગઢવી, મેટીયો ઝાલા, મોન્ટુ કોળી હિંમત ઊર્ફે કાળુ લાંગા ગઢવી, તેમજ જંગલેશ્વર ગેંગના સમીર ઉર્ફે સંજલા જાવેદ જુણેજા, અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઈ ધાડા, શાહ નવાજ અબ્દુલ્લા ધાડા, સમીર ઉર્ફે મુરઘો , સોહીલ સિકંદર ચાનીયા સોહીલ દિવાન ફકીર, અમન અલ્તાફ પીપરવાડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.