BREAKING NEWS

રાજકોટમાં ડોમિનોઝ પિઝામાંથી માખી નિકળ્યાની ફરિયાદ, ચેકિંગ માટે મ્યુનિ.ટીમ દોડી

  • August 27, 2026 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઉપલાકાંઠે આવેલા ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં પિઝામાંથી માખી નિકળ્યાની કથિત ફરિયાદ તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને પગલે મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખામાં દોડધામ મચી જવા પામી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં જન આરોગ્યને ધ્યાને લઇને હાલ ખાણીપીણીના પદાર્થોમાં થતી ભેળસેળ પકડવા માટે સતત એક વર્ષ સુધી દરરોજ ફૂડ ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે તેમજ કિચનની હાઇજેનિક કન્ડીશન,ફૂડ લાયસન્સ વિગેરેનું પણ સઘન ચેકિંગ હાથ ધરીને નિયમભંગ કે ગેરરીતિ જણાય ત્યાં નોટિસો ફટકારી દંડ વસુલવામાં આવી રહ્યો છે, દરમિયાન ગત રાત્રે મહાનગરપાલિકાને ગ્રાહક તરફથી ઓનલાઇન એવી ફરિયાદ મળી હતી કે ઉપલાકાંઠે આવેલા સેટેલાઇટ ચોકના ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં તેમણે પીઝા ઓર્ડર કર્યા બાદ તેમને જે પીઝા અપાયા તેમાંથી માખી નીકળી હતી. ફરિયાદ મળતા મ્યુનિ.ટીમે તપાસ હાથ ધરી હોવાનું તો જાહેર કર્યું છે પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કર્યાની વિગતો આજે બપોર સુધીમાં જાહેર કરી નથી.


ટીમને મોકલી છે, સીસી ટીવી વિઝ્યુઅલ જોવામાં આવશે:ડો.જયેશ એલ.વકાણી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ફૂડ બ્રાન્ચની ટીમને ચેકિંગ માટે મોકલવામાં આવી છે અને તથ્યતા ચકાસવા ત્યાંના સીસી ટીવી ફૂટેજ ચેક કરવા પણ આદેશ કર્યો છે.


ઓનલાઇન ફરિયાદ મળતા કાર્યવાહી: ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક મેતા

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પેડક રોડ ઉપરના સેટેલાઇટ ચોકમાં આવેલા આઉટલેટમાં આ ઘટના બન્યા અંગેની ઓનલાઈન ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application