તમિલનાડુમાં ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
તમિલનાડુમાં ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
May 28, 2026 02:08 PM
મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે બકરી ઇદ અથવા અન્ય કોઈપણ દિવસે ગૌવંશની કતલ નહી કરી શકાય. તમિલનાડુ સરકારને બકરી ઇદ અથવા રાયમાં અન્ય કોઈપણ દિવસે ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણપણે પ્રતિબધં મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ્ર કયુ છે કે બકરી ઇદ પર ગાયનું બલિદાન ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. જસ્ટિસ જી.આર. સ્વામિનાથન અને જસ્ટિસ વી. લમણનની ડિવિઝન બેન્ચે કોઈમ્બતુરના રહેવાસી કે. સૂર્યા દ્રારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બકરી ઇદ દરમિયાન ખુલ્લા અને અનધિકૃત સ્થળોએ ગાયોની કતલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર્ટે સ્પષ્ટ્રપણે જણાવ્યું હતું કે કોઈપણ અસ્થાયી, અનધિકૃત અથવા જાહેર સ્થળોએ પશુઓની કતલ કરી શકાતી નથી. આ પ્રક્રિયા ફકત કાયદેસર રીતે માન્ય કતલખાનાઓ સુધી મર્યાદિત હોવી જોઈએ.