આમ આદમી પાર્ટી દ્રારા ગઇકાલે સાંજે ગુજરાત જોડો યાત્રાના અનુસંધાને ટાઉનહોલ ખાતે યોજાયેલી જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય અને આપના સીનીયર નેતા ગોપાલ ઇટાલીયા પર એક શખ્સે જુતુ ફેકતા વાતાવરણમાં ભારે તંગદીલી જોવા મળી હતી અને ખુરશીઓ પણ ઉછળી હતી, લોકોએ આ શખ્સને ભારે ઢોર માર માર્યેા હતો, ત્યારબાદ પોલીસ તેને પકડીને જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગઇ હતી, કોંગ્રેસના આ કાર્યકરે પોલીસ સમક્ષ જણાવ્યુ હતું અગાઉ સાત આઠ વર્ષ પહેલા તે વખતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલીયાએ કરેલા હત્પમલાનો મે બદલો લીધો હતો આમ જામનગરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગઇકાલે વોર્ડ નં. ૧૨ના કોર્પેારેટરો અસલમ ખીલજી, જેનબ ખફી, ફેમીદાબેન જુણેજા અને હાજી રીઝવાન સહિતના અગ્રણીઓ વિધીસર આપમાં જોડાતા જાહેર સભા રાખવામાં આવી હતી જેમાં ધારાસભ્ય હેમલ ખવા, જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.
ગોપાલ ઇટાલીયા બોલી રહયા હતા ત્યારે સ્ટેજની નીચે બેઠેલા કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ ઉભા થઇને એકાએક ગોપાલ ઇટાલીયા સામે જુતુ ફેકયુ હતું પરંતુ ઘા નિષ્ફળ ગયો હતો અને ગોપાલભાઇને લાગ્યુ ન હતું, તરત જ ચિત્તાની જેમ નગરસેવીકા જેનબ ખફી સ્ટેજ પરથી કુદકો મારીને ઘસી આવી હતી અને છત્રપાલસિંહને પકડી લીધો હતો એ અરસામાં પોલીસ બાજુમાં જ હતી અને છત્રપાલને કોર્ડન કરી લીધો હતો.
આ બનાવ બનતા આપના કાર્યકરો એકઠા થઇ ગયા હતા અને જુતુ ફેકનારને ભારે ધોલધપાટ કરી હતી, પોલીસે પુરતું પ્રોટેકશન આપ્યુ હતું પરંતુ લોકોએ તો સારો એવો મેથી પાક ચખાડયો હતો, થોડીવાર સુધી વાતાવરણ ભારે તંગદીલી ભર્યુ રહયુ હતું અને ધારાસભ્ય હેમતભાઇ ખવા અને અસલમભાઇ ખીલજીએ વારંવાર લોકોને શાંત રહેવા માટે અપીલ કરી હતી, એક તબકકે તો અસલમભાઇ પોતાના સમ આપીને કહયુ હતું કે તમે હાલ શાંત રહો અત્યારે આપણા મહેમાન આવ્યા છે ત્યારે વાતાવરણ ન બગડે તેની જવાબદારી આપણી છે.
એકા એક થયેલો હત્પમલો છતા પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સ્વસ્થ રહ્યા હતા અને જણાવ્યુ હતું કે અમારા પર આવુ તો અવાર નવાર થાય છે, હત્પં આવા કોઇ લોકોથી ડરવાનો નથી, અહીંયા અમારી પોલીસ અમારી રક્ષા માટે નહીં હત્પમલાખોરને બચાવવા આવી છે, એટલે જ કાર્યકરના સકંજામાંથી હત્પમલાખોરને છોડાવી પોલીસ લઇ ગઇ છે, કોંગ્રેસ અને ભાજપ બંનેએ સાથે મળીને આ પ્રકારનું કાવતરૂ કર્યુ હોવાનો તેમણે આક્ષેપ કર્યેા હતો.
હુમલાખોર વિશે બોલતા તેમણે કહયુ હતું કે હત્પં તેને માફી આપુ છું, એમના કુટુંબીજનોને પણ માફ કરૂ છું, થોડીવાર બાદ છત્રપાલસિંહ જાડેજાને વધુ માર માર્યેા હોવાથી મુંઢ ઇજા થઇ હતી તેને જરૂરી સારવાર માટે જી.જી. હોસ્પીટલમા પોલીસ લઇ ગઇ હતી પરંતુ આશરે દોઢેક કલાક સુધી ટાઉનહોલ વિસ્તારમાં પોલીસનો મજબુત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ બનાવ બનતા જ રાજયભરની ચેનલો અને સોશ્યલ મિડીયામાં આ સમાચાર વહેતા થયા હતા. છત્રપાલસિંહ જાડેજાની પોલીસે રાત્રે પુછપરછ કરી હતી, બીજી તરફ રાજપુત સમાજમાં પણ શહેર ધારાસભ્ય દીગુભા જાડેજા અને અન્ય કાર્યકરો એકઠા થયા હતા.