જામનગર મહાનગરપાલિકાનાં કામોમાં ૪૦ ટકા ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: ધરણા-રામધુન
જામનગર મહાનગરપાલિકાનાં કામોમાં ૪૦ ટકા ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: ધરણા-રામધુન
January 31, 2026 05:08 PM
જામનગર મહાપાલિકા દ્વારા કરાતા મોટા ભાગના કામોમાં ૪૦ ટકા ભ્રષ્ટાચાર થાય છે અને ચુંટાયેલા પદાધિકારીઓ અધિકારીઓનાં ઇશારે આ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગઇકાલે સાંજે બજેટ રજુ થાય તે પહેલા સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ મળે છે ત્યાં કોંગ્રેસનાં કાર્યકરોએ ચેરમેન હાય હાય, ભ્રષ્ટાચાર દુર કરો એવા સુત્રો બોલાવ્યા હતા ત્યારે વાતાવરણમાં ભારે ઉતેજના થઇ હતી.
ત્યારબાદ સ્ટેન્ડીંગ કમીટી જયાં મળે છે તે હોલની બહાર રામધુન બોલાવીને સુત્રોચાર કર્યા હતા આ સમયે પોલીસ આવી જતા ખાસ બનાવ કોઇ બન્યો ન હતો કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિ૫ક્ષી નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસનાં સહારા મકવાણા, રચના નંદાણીયા, આનંદ રાઠોડ, આનંદ ગોહિલ, કાસમભાઇ સહિતનાં કાર્યકરો જોડાયા હતા.