BREAKING NEWS

રાજકોટમાં મોંઘવારી સામે કોંગ્રેસનો અનોખો વિરોધ: બહેને ભાઈઓને બાંધી રાખડી, બદલામાં ભેટમાં મળ્યા ડુંગળી અને ખાંડ!

  • August 28, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન રબારી દ્વારા કોંગ્રેસના માલધારી આગેવાન રણજીતભાઇ મુંધવા સહિતના સમાજના આગેવાનોને આજે રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધવામાં આવી હતી, જેની સામે મુંધવા સહિતના કોંગી અગ્રણીઓએ બહેનને ખાંડની ભેટ આપીને સતત વધતા જતા ખાંડના ભાવ અને મોંઘવારી ઉપર કટાક્ષ કર્યો હતો.


આ પ્રસંગે આગેવાનોએ પણ અનોખી રીતે રિટર્ન ગિફ્ટ આપીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. કોમલબેન રબારીને રૂ.૧૦૦ની કિંમતની એક કિલો ખાંડ અને રૂ.૭૦ની કિલો ડુંગળી ભેટ આપી હતી.


રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના સમયે સતત વધી રહેલા ખાંડ અને ડુંગળીના ભાવ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખાંડના ભાવ વધવાથી પેંડા સહિતની મીઠાઈઓ મોંઘી બની રહી છે, જ્યારે ડુંગળીના વધતા ભાવથી સામાન્ય પરિવારના ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.


આ અનોખી રક્ષાબંધનની ઉજવણી દ્વારા મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને બહેનો-પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓ ઉપર વ્યંગાત્મક રીતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

રક્ષાબંધનના પવિત્ર પર્વને જનહિતના પ્રશ્ન સાથે જોડીને મોંઘવારી સામે જાગૃતિ ફેલાવવાનો આ અનોખો પ્રયાસ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application