જામનગર : ફલાય ઓવરને જામરણજીતસિંહજી નામ આપવા કોંગ્રેસની ઉગ્ર માંગ
જામનગર : ફલાય ઓવરને જામરણજીતસિંહજી નામ આપવા કોંગ્રેસની ઉગ્ર માંગ
November 20, 2025 05:48 PM
જામનગર શહેરમાં બની ગયેલા સૌરાષ્ટ્રના લાંબામાં લાંબા ફલાય ઓવરનું કામ પુ થઇ ગયું છે ત્યારે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે, આ ફલાય ઓવરનું નામ જામ રણજીતસિંહજી બ્રિજ રાખવા માટે શહેર-જિલ્લા કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં માંગણી કરી છે અને એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે હાલમાં જામનગરની ટ્રાફિકમાં તકલીફ ભોગવતી હોય તા.૩૦ નવેમ્બર સુધીમાં આ બ્રિજ જનતા માટે ખુલ્લો ન મુકાય તો કોંગ્રેસ આ બ્રિજ ખુલ્લો મુકી દેશે.
જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ જાડેજા વિરેન્દ્રસિંહ (દિગુભા)એ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનું કામ કાચબાની ગતિએ ચાલતું હોય બે દિવસ પહેલા જામનગરની જનતા માટે આ ફલાય ઓવરનું લોકાર્પણ કરવા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવવાના છે તેવી જાહેરાત કરાયા બાદ સંપૂર્ણ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ આ બ્રિજ ભાજપના તાયફાઓ માટે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરે અને જનતા ટ્રાફિક સમસ્યાની તકલીફ ભોગવતી હોય ત્યારે આગામી તા.૩૦-૧૧-૨૦૨૫ના રોજ કોંગ્રેસ જામનગરની જનતાને સાથે રાખીને આ બ્રિજ ખુલ્લો મુકી દેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.