આંબેડકર વિશે અમિત શાહની ટિપ્પણી બાદ સર્જાયેલ રાજકીય ખળભળાટનો અતં આવી રહ્યો નથી. ગઈકાલના વિરોધ બાદ હવે કોંગ્રેસે આ મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કયુ છે. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે.
કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શનો માટે એક પ્લાન તૈયાર કર્યેા છે. આ અંતર્ગત તમામ રાય કોંગ્રેસ સમિતિઓ (પીસીસી), રાય અને જિલ્લા એકમોએ જિલ્લા કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ડો. ભીમરાવ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણીએ મોટા પાયે રાજકીય વિવાદને જન્મ આપ્યો છે, જેમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઘેરી છે.
આ મામલે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, આરજેડી, ડાબેરી પક્ષો અને શિવસેના–યુબીટી સહિત લગભગ તમામ વિપક્ષી દળોના હત્પમલાને કારણે ગઈકાલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
ઉદ્ધવ ઠાકરેએ ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અમિત શાહની ટિપ્પણીને ભાજપનો ઘમડં ગણાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શાહ વિદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપના લોકો અઢી–ત્રણ વર્ષથી મહાપુષોનું અપમાન કરે છે, હવે તે અસહ્ય છે. પૂર્વ રાયપાલ કોશ્યારીએ મહારાષ્ટ્ર્રના મહાપુષોનું અપમાન કયુ હતું. તેમણે મહાત્મા યોતિબા ફલે અને સાવિત્રીબાઈ ફલેના લને લઈને બિનજરી ટિપ્પણીઓ કરી હતી. કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ અપમાનજનક વાતો કહી હતી. આ પછી પણ ભાજપે તેમની પાસેથી માફીની માંગ કરી નથી. મહારાષ્ટ્ર્ર અને દેશના હીરોનું અપમાન કરવું એ ભાજપની આદત બની ગઈ છે. બાબાસાહેબ આંબેડકર દેશના તેમજ મહારાષ્ટ્ર્રના હીરો છે. મહારાષ્ટ્ર્ર પ્રત્યે તેમનું વલણ કોઈપણ રીતે સાં નથી. મહારાષ્ટ્ર્રના ઉધોગો છીનવાઈ ગયા છે. ભાજપનો એજન્ડા મોંમાં રામ અને બાજુમાં છરી છે, પરંતુ હવે તેનો બુરખો ફાટી ગયો છે.
આંબેડકરનું નામ લેવું આજકાલ એક ફેશન બની ગઈ: અમિત શાહ
મંગળવારે બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે રાયસભામાં આંબેડકર વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજકાલ એક ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, જો તમે ભગવાનના આટલા નામ લીધા હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. અમિત શાહે પોતાના ભાષણમાં ઘણી વખત કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, પરંતુ ભીમરાવ આંબેડકરને લઈને તેમની ટિપ્પણીએ વિપક્ષને એક તક આપી છે, આ સિવાય હવે પાર્ટી પીએમ મોદી પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech