સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી તા.૧૦ જાન્યુઆરીએ સોમનાથ આવનાર હોય સ્થાનિક પ્રશાસને તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની આ તા.૮, ૯ અને ૧૦ના ત્રિદિવસીય અભૂતપૂર્વ ઉજવણી અંતર્ગત દર્શનાર્થે આવતા ભાવિકો માટે રાજકોટ સહિત રાજ્યભરમાંથી કુલ ૧૮૦૦ જેટલી એસટી બસ ફાળવવા વિચારણા શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં ગુજરાત એસટી નિગમના ઉચ્ચતમ વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ એસટી ડિવિઝન જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, ભુજ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ડિવિઝનમાંથી પણ બસો ફાળવવાનું આયોજન વિચારાધીન છે. આજે બપોરે આ અંગેની મિટિંગ મળનાર છે અને ટૂંક સમયમાં બસ ફાળવણી અંગે સત્તાવાર હુકમ જારી થવાની પ્રબળ સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.૬ જાન્યુઆરી ઇ.સ.૧૦૨૬ના રોજ અર્થાત્ આજથી ૧૦૦૦ વર્ષ પૂર્વે આજના દિવસે મહમદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું અને ત્રીજી વખત બંધાયેલું સુવર્ણ મંદિર લૂંટી ગયો હતો તત્કાલિન સમયે સોમનાથ મંદિરની દીપમાળા પણ અમૂલ્ય રત્નજડિત હતી અને મંદિરમાં બાંધેલા ઘંટ પણ સોનાની સાંકળ ઉપર બાંધેલા હતા અને તે સાંકળનું વજન ૨૦૦ મણ હતું.આ તમામ સોનું આક્રમણખોરો લૂંટી ગયા હતા. આ બાબતને લઇને સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવી રહ્યું