BREAKING NEWS

બાળ આરોપીના વાળ ખેંચવાની ઘટનામાં વીડિયો ઉતારનાર કોન્સ્ટેબલની ધરપકડ

  • October 09, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રૈયા રોડ પરના કનૈયા ચોકમાં યુવક પર છરીથી થયેલા હુમલાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે એક બાળ આરોપી સહિત પાંચની અટકાયત કરી હતી. બાળ આરોપીને પોલીસ સ્ટેશનની અંદર તાલિબાની જેવી સજા આપવામાં આવી હતી અને બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી કાઢવામાં આવ્યા હતા અને આ કૃત્યનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સફાઇ કામદાર શૈલેષ અને કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર સામે ગુનો નોંધ્યો હતો. જેમાં શૈલેષની અગાઉ ધરપકડ થયા બાદ ગાંધીગ્રામ પોલીસના કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. પુછતાછમાં અજાણતા તેણે વીડિયો ઉતાર્યો હોવાનુ રટણ કર્યું હતું. જયારે વીડિયો વાયરલ કોણે કર્યો તે હજુ બહાર આવ્યું નથી. ત્યારે આ મુદ્દે પોલીસે તપાસ યથાવત રાખી છે.


વીડિયો વાયરલ કેમ થયો તે સવાલ હજુ તપાસનો વિષય

બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી નાખવાની ઘટનાનો વીડિયો ફરતો થયો હતો. આ ઘટનામાં બાળ આરોપીના દાદીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે સફાઇ કામદાર શૈલેષ તથાં કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં અગાઉ શૈલેષની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસ અન્ય આરોપી કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની પણ ધરપકડ કરી છે. તેની પુછતાછ કરતા તેણે અજાણતા આ વીડિયો ઉતાર્યો હોવાનું રટણ કર્યું હતું. જયારે વીડિયો વાયરલ કેમ થયો તે સવાલ હજુ તપાસનો વિષય છે.


અગાઉ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી પ્રકરણ સામે આવ્યા બાદ પોલીસ કમિશનરે પ્રદીપ ડાંગરની હેડકવાર્ટર અને સહદેવસિંહની ટ્રાફિક શાખમાં બદલી કરી દેવામાં આવી હતી. આ ઘટના અંગે ગુનો નોંધાયા બાદ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application