BREAKING NEWS

થપ્પડ કી ગુંજ: રાજકોટ મનપાના ઇજનેરને ફડાકો મારનાર કોન્ટ્રાક્ટ એજન્સી બ્લેકલિસ્ટ, બિલ પેમેન્ટ અટકાવાશે

  • January 06, 2026 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ઇસ્ટ ઝોન કચેરીમાં ગત સાંજે વોર્ડ નં.૧૮ના મદદનીશ ઈજનેર ધવલભાઈ ભરતભાઈ ગોલાણીયાને ડેપ્યુટી એક્ઝિ.એન્જિનિયર એન.એ.મકવાણાની ચેમ્બરમાં અને તેમની હાજરીમાં કોન્ટ્રાક્ટર પટેલ કન્સ્ટ્રકશન કંપની વતી કામ કરતા મનિષ વેકરીયા દ્વારા માર મારવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દરમિયાન આજે આ મામલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


ગત સાંજે પેવિંગ બ્લોકના મેજરમેન્ટ મુદ્દે થયેલી માથાકૂટ બાદ ઇજનેરને ફડાકા ઝીંકવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને તમામ ઇજનેરોએ સેન્ટ્રલ ઝોન કચેરીએ એકત્રિત થઇને રામધૂન બોલાવી હુમલો કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી. દરમિયાન આજે સવારે એન્જિનિયર એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ હતી તેમજ કાળી પટ્ટી ધારણ કરીને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન સાથે કામગીરી ચાલુ રાખી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી કે અરજી પણ કરાઇ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application