રાજકોટ મહાનગરપાલિકાના કોઇ પણ વોર્ડમાં વિકાસકામનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ હોય ત્યારે તે વોર્ડના કોર્પોરેટર શાસક પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય નિમંત્રણ કાર્ડમાં અતિથિ વિશેષ પદે કોર્પોરેટરોના નામ અચૂક લખવામાં આવતા હોય છે તેવી રાજકીય પરંપરા વર્ષોથી છે પરંતુ વોર્ડ નં.૧૫માં આવતીકાલે શાળા નં.૭૬ના નવા બિલ્ડિંગનું ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમ્નભાઈ વાજાના હસ્તે લોકાર્પણ થનાર છે તેના મહાપાલિકાએ છપાવેલા નિમંત્રણ કાર્ડમાંથી વોર્ડ નં.૧૫ના ચારેય કોંગ્રેસી કોર્પોરેટરોના નામ લખવામાં નહીં આવતા તેમજ સામાન્ય નાગરિકની જેમ ઉપસ્થિત રહેવા નિમંત્રણ મોકલી આપવામાં આવતા આ મુદે કોર્પોરેટર ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ વિરોધ વ્યક્ત કર્યો છે અને શાસકો દ્વારા રાજકીય પક્ષપાત તેમજ કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
વિશેષમાં વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોમલબેન હરેશભાઇ રબારીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૫માં ખોડીયાર નગર મેઇન રોડ ઉપર આવેલ શાળા નં.૭૬માં ખોડીયાર પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ બે મહિનાથી તૈયાર થઇ ગયું હોવા છતાં રાજકોટ મહાપાલિકા તંત્ર આ નવનિર્મિત શાળા બિલ્ડિંગનું લોકાર્પણ કરતું ન હોય વોર્ડ નં.૧૫ના વિપક્ષ કોંગ્રેસના ચારેય કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, કોમલબેન ભારાઇ અને ભાનુબેન સોરાણી તેમજ કોમલબેન હરેશભાઇ રબારી તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોને સાથે રાખીને આ શાળાનું જનતા લોકાર્પણ કરી નાખવામાં આવશે તેવી ચીમકી ગઇકાલે આપવામાં આવ્યા બાદ ૨૪ કલાકમાં શાસકોએ લોકાર્પણ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે અને આવતીકાલે તા.૧૮ને રવિવારે સ્કૂલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application