ઓગસ્ટમાં દેશના કોર સેક્ટરના વિકાસમાં 1.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સરકાર દ્વારા 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગત મહિને આ આંકડો 6.1 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 5 મહિના (એપ્રિલથી ઓગસ્ટ 2024) દરમિયાન કોર ક્ષેત્રનો વિકાસ ઘટીને 4.6 ટકા થયો હતો, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં વૃદ્ધિ 8 ટકા રહી હતી.
તેની ઔદ્યોગિક ઉત્પાદન પર નોંધપાત્ર અસર પડી શકે છે, ખાસ કરીને છેલ્લા મહિનામાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં મંદી જોવા મળી છે. માંગના અભાવને કારણે, દેશનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઓગસ્ટમાં 57.5ના ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે અગાઉના મહિનામાં આ આંકડો 58.1 રહ્યો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં, મુખ્ય ક્ષેત્રના 8 ઉદ્યોગોના સૂચકાંકનું કુલ ભારણ 40 ટકા છે. આ 8 મુખ્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, કોલસો, ક્રૂડ તેલ, વીજળી, ખાતર, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો અને સ્ટીલનો સમાવેશ થાય છે.
કોર સેક્ટરની કામગીરીને દેશના ઔદ્યોગિક અને આર્થિક પ્રદર્શનનું મુખ્ય સૂચક માનવામાં આવે છે, જે અર્થતંત્રના સ્વાસ્થ્યને માપવા અને ભાવિ આર્થિક વલણોની આગાહી કરવા માટે બેરોમીટર તરીકે સેવા આપે છે. ઉદાહરણ તરીકે સ્ટીલ, ઓટોમોબાઈલ અને મશીનરી માટે એક મહત્વપૂર્ણ સામગ્રી છે. ફેક્ટરીઓ, ઘરો અને વ્યવસાયોને પાવર આપવા માટે વીજળી જરૂરી છે. કોર સેક્ટર વૃદ્ધિ એ આપેલ સમયગાળા દરમિયાન અર્થતંત્રના મુખ્ય ઉદ્યોગોમાંથી વૃદ્ધિ દર અથવા ઉત્પાદનમાં વધારો દશર્વિે છે, જે વાર્ષિક અથવા માસિક ધોરણે માપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech