ઓપનિંગ સેરેમની નહીં યોજાય: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સીઝનનો પ્રથમ મુકાબલો આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ની સિઝનનો ભવ્ય પ્રારભં થવા જઈ રહ્યો છે. ભલે આ વખતે ઓપનિંગ સેરેમની યોજાવાની નથી, પરંતુ ક્રિકેટ ચાહકો માટે મનોરંજનમાં કોઈ કમી રહેશે નહીં. આજે બેંગલુના ઐતિહાસિક એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સિઝનનો પ્રથમ મુકાબલો રમાશે. દક્ષિણ ભારતની આ બે દિગ્ગજ ટીમો વચ્ચેની સ્પર્ધા હંમેશા હાઈ–વોલ્ટેજ રહી છે. ૨૦૨૫માં ચેમ્પિયન બન્યા બાદની અણધારી દુર્ઘટના બાદ ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ગુમાવેલું ગૌરવ પરત મેળવવા મથતી અન્ય કેટલીક દિગ્ગજ ટીમો, પોતાની ઉપસ્થિતિ પુરવાર કરવા સ એવા બે મહાન ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા અને પોતાની પ્રતિભાથી પ્રભાવ પાડવા આતુર નવા આશાસ્પદ ક્રિકેટર્સ આ તમામનો સંગમ એટલે શનિવારથી શ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ. છેલ્લા દોઢ દાયકાથી વિશ્વમાં સૌથી લોકપ્રિય બનેલી આઇપીએલની ૨૦૨૬ની સિઝનનો શનિવારથી પ્રારભં થશે. જેમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ૭.૩૦ કલાકે મેચ શ થશે. આ સાથે સમગ્ર ક્રિકેટજગત લગભગ બે મહિના સુધી ક્રિકેટ ફીવરમાં જકડાઈ જશે. ૨૦૨૬ની આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે આ સમયગાળામાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળશે તો સાથે સાથે દરેક મેચમાં તમામ ફ્રેન્ચાઈઝી અને ક્રિકેટપ્રેમીઓ પણ રોમાંચ અનુભવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદનું સ્વાગત કરનારા ટાઇટલ ધારક રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી), લીગની આ ૧૯મી સિઝનમાં વધુ ભપકા સાથે પ્રવેશવા માંગતું હતું પરંતુ હાલ ત્યાં ગમગીન વાતાવરણ છે. ગયા વર્ષે ટીમના વિજય ઉત્સવ દરમિયાન ચોથી જૂને સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં જીવ ગુમાવનાર ૧૧ રમતપ્રેમીઓની યાદો હજી પણ તાજી છે.