BREAKING NEWS

અઢી માસ પૂર્વે યુવકના આત્મ હત્યા કેસમાં અંતે નોંધાયો ગુનો

  • October 10, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના માધાપર ચોકડી નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાને અઢી માસ પૂર્વે કરેલ આત્મહત્યા ના બનાવવામાં અંતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મૃતક ના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા મોબાઈલ નંબર વાળા શખ્સો સામે યુવકને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોય જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા નયન વિનોદભાઈ ભાલારા ઉ.વ.59 વાળા એ ગત તા.૨૪/૭/૨૫ના પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે ઘટનાના અઢી મહિના પછી મૃતક નયનના પિતા વિનોદભાઈ ભાલારાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબર વાળા અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.


ફરિયાદમાં મૃતક ના પિતા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, નયનના આત્મહત્યાના પગલા બાદ પુત્ર નયનનો મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં અલગ અલગ લોનલીધાનું જાણવા મળ્યું હતું એટલું જન નહીં મોબાઇલ એપ્લિકેશનથી પણ લોન લીધી હોવાનું નયનના મિત્ર યશ રાઠોડે મૃતક નયનના પિતા વિનોદભાઈને જણાવ્યું હતું.


આ લોનની રકમ નયન ભરતો નથી તે રકમ ભરપાઈ કરી આપવા ૧૮ જુલાઈના એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે નયનના એડિટિંગ કરેલા ન્યૂડ ફોટા મોકલ્યા હતા નયનના મિત્ર યશ ઉપરાંત અન્ય લોકોને પણ ફોન કરી તેમજ ન્યૂડ ફોટા મોકલી નયનને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી.


જેથી નયને સમાજમાં બદનામીના ડર થી કંટાળી આત્મહત્યા કરી લીધાનું ધ્યાને આવતા આ અંગે અઢી માસ બાદ મૃતકના પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પુરાવાઓ રજૂ કરતા પોલીસે નયનના મોબાઇલમાં આવેલા અજાણ્યા નંબરવાળા શખ્સો સામે મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર મેઘાણી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application