BREAKING NEWS

શહેરમાં 1353 ગુનેગારો પૈકી 400ની ક્રાઈમ કુંડળી ચેક કરાઈ

  • November 18, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં દિલ્હી અને ફરીદાબાદ માં બ્લાસ્ટની ઘટનાના પગલે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં બેફામ વધી રહેલી ગુનાખોરીને ડામી જડમુડથી ખતમ કરવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શરૂ કરેલા “મેન્ટર પ્રોજેક્ટ”ની તાત્કાલિક અમલવારી કરવા ડીજીપીએ રાજ્યભરના પોલીસ કમિશનર રેન્જ આઈજી અને જિલ્લા એસપીને હુકમ કરી સો કલાકમાં અહેવાલ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરતા રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો માંથી 400 જેટલા ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરી લેવામાં આવી છે અને અન્ય ઉમેદવારોની ચકાસણી હાલ ચાલુ છે.


રાજ્ય પોલીસ વડાએ કરેલ આદેશ બાદ સ્પેશિયલ પ્રોજેક્ટમાં રાજ્યમાં 30 વર્ષમાં ગુના આચરનાર તમામ ખુંખાર ગુનેગારોનો સંપૂર્ણ ટ્રેક રેકોર્ડ તૈયાર કરી ત્રણ દાયકામાં આર્મ્સ એક્ટ, એનડીપીએસ, ટાડા, તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં પકપાયેલા દરેક ગુનેગારનો ડેટા ફમફોડવામાં આવી રહ્યો છે.આ ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ શું કરતા હતા, ફરી ગુનો કર્યો છે કે નહીં?, હાલ કોની સાથે કનેક્શન છે, તેવી નાના માં નાની હરેક માહિતી પોલીસની ટીમોએ એકઠી કરવા અભિયાન શરૂ કરી દીધું છેશહેરના તમામ પોલીસ સ્ટેશનોને જુના કિસ્સા, ફાઈલોમાં પડેલા ગુનેગાર અને છૂપાઈ ગયેલા મોસ્ટ વોન્ટેડના લિસ્ટોને રીવાઈવ કરવાની ફરજ પડી છે. રાજકોટ પોલીસના આ અભિયાનથી સ્પષ્ટ થાય છે કે રાજકોટમાં ગુનાખોરી નહીં, કાયદો બોલશે તેવી આશા છે ખરેખર આનું પરિણામ તો આવનાર સમય બતાવશે.


આ મહા ઓપરેશનમાં રીઢા ગુનેગારોને એક પછી એક બ્રાન્ચ અથવા પોલીસ મથકે બોલાવી તેમની ડીટેઇલ્ડ ‘પ્રોફાઇલ સ્કેનિંગ’ શરૂ થઈ ગઈ છે. પોલીસની આ કાર્યવાહી માત્ર રુટિન પૂછપરછ નથી, પરંતુ દરેક ગુનેગારની જીવનચર્યા, નેટવર્ક, સંપત્તિ અને મૂવમેન્ટનો મલ્ટીલેયર્ડ એક્સ-રે છે. સૌ પ્રથમ તો રીઢા ગુનેગારને સીધો સવાલ થાય છે. ગંભીર ગુનામાંથી છૂટી ગયા બાદ તું હવે શું કરે છે?, આવનારા દિવસોમાં શું કરવાની યોજના છે?, ગુનેગારનો વર્તમાન વ્યવસાય, દૈનિક ગતિવિધિઓ અને ભવિષ્યનું મૂવમેન્ટ, બધું ચકાસી નોંધ કરવામાં આવી છે.


ગુનેગારની સોશિયલ સર્કલ ચકાસણી અને કોની સાથે રહે છે, કયા સર્કલમાં રહે છે, કોઈ જૂની ગેંગ કે જૂથ સાથે હાલમાં ફરી જોડાણ તો નથી ને? આ દરેક માહિતી ચકાસ્યા વગર ફોર્મ આગળ વધતું જ નથી,આરોપીની મિલ્કત અને પ્રોપર્ટી ચેકિંગ પણ આ સ્કેનિંગનો મુખ્ય ભાગ છે.ગુનેગાર પાસે કેટલાં મકાન છે, ક્યાં છે, કોના નામે છે, સરકારી સંપત્તિ પર દબાણ, બિનકાયદેસર કબજો કે ધમકીથી હસ્તગત કરેલી મિલ્કત તો નથી ને..? તે પ્રશ્નો ખાસ કરીને પૂછવામાં આવશે શંકાસ્પદ પ્રોપર્ટી પર તો અલગ તપાસ શરૂ થાય છે. પોલીસ ગુનેગારના વ્યક્તિગત જીવન પર પણ નજર ફેરવે છે.


લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ?,પત્ની,પતિ શું કરે છે?, વિવાહ બાદ નવા સંબંધો કે વિવાદો ઉભા થયા છે કે નહીં?, ગુનેગારનું વલણ સહજ છે કે આક્રમક, આવા તમામ સાયકોલોજિકલ પોઇન્ટ્સ સુધીની નોંધ કરાય છે. આ સ્કેનિંગમાં શારીરિક ઓળખચિહ્નો વિશેષ મહત્વ ધરાવે છે. ટેટૂ, જૂની ઈજાના નિશાન, લડાઈ લાગેલી ઈજા, છરીના દાગ, બર્ન માર્ક, શરીર પરના દરેક માર્ક પોલીસ ફોર્મમાં વિગતવાર નોંધાય છે. કારણ કે આ માર્કસ ભાગ્યે જ બદલાય છે.


ગુનેગારની ટેવો અને તેની રાત-દિવસની રૂટી. દારૂની લત, જુગાર, ડ્રગ્સ, શંકાસ્પદ લોકો સાથે ભટકણ, રાત્રિ મોડે સુધી ચાલતી મૂવમેન્ટ, ફોન કોલ રેકોર્ડમાં દેખાતા નેટવર્ક. આ બધું એક જ ફોર્મમાં કેદ થાય છે. આ સમગ્ર સ્કેનિંગ પ્રક્રિયા સાથે પોલીસ ગુનેગારનો નવીન ફોટો ગેટઅપ બદલાઈ ગયો હોય, દાઢી-મૂછ વધારી હોય, વાળ મોટા કર્યા હોય, અથવા દેખાવ બદલાયો હોય, પોલીસ હવે જૂના ફોટા પર નથી ચાલતી. દરેક રીઢા ગુનેગારનો આજની તારીખનું હાઈ ક્વોલિટી પિક્ચર તેના ફાઈલમાં ટૅગ થાય છે. આ માટે એકખાસ સ્ટાન્ડર્ડ પ્રોસ્ટોકોલ ફોર્મ બનાવ્યું છે.જેમાં ગુનેગારની જન્મથી લઈને હાલ સુધીની ઓળખ, સંબંધ, નેટવર્ક, મૂવમેન્ટ, ટેવો, સંપત્તિ, ગેંગ કનેક્શન્સ અને ભવિષ્યની સંભાવનાઓ સુધી તેના દરેક સ્તરના ડેટા સંકલિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application