રાજકોટમાં સ્પા મસાજમાં અન્ય રાજ્યમાંથી જરૂરીયાત મંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોઈ તેમજ મસાજ માટે પરપ્રાંતિય યુવતીઓને રાખી જે અંગે પોલીસ મથકમાં નોંધ ન કરાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવા ડીસીપી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલ આદેશના પગલે યાજ્ઞિક રોડ પર આવેલ ક્રિસ્ટલ વેલનેસ સ્પાના સંચાલકો સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી એન્ટી હુમન ટ્રાફિક યુનિટના પીઆઇ બી એમ ઝણકાટની રાહબરીમા ટીમના હરસુખભાઈ દેવજીભાઈ વાછાણી અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળ્યા હતા.
તે દરમિયાન યાજ્ઞિક રોડ પર ઇમ્પીરીયલ પેલેસ સામે ક્રિસ્ટલ વેલનેસ સ્પામાં ચેકિંગ હાથ ધરતા અન્ય રાજ્યની થેરાપિસ્ટ યુવતીઓ મળી આવી હતી જે અંગેની પોલીસ મથકમાં નોંધ ન કરાવી જાહેરનામાનો ભંગ કરતા સંચાલક પરેશ કાળુભાઈ પરમાર રહે જામનગર રોડ સ્લમ ક્વાર્ટર્સ મેઇનરોડ વાળા સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application