રાજકોટમાં ૩૮ વર્ષ પહેલા તત્કાલીન વરિષ્ઠ ધારાશાસ્ત્રી મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષી દ્વારા જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપવામાં આવેલા ક્રિમિનલ બાર એશોસીએશને હંમેશા જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓને વાચા આપેલ છે. નવા આવતા વકીલ મીત્રોને ક્રિમિનલ બાર એસોસીએશન હંમેશા માર્ગદર્શન પુરૂ પાડતું આવેલ છે. તમામ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરતા વકીલ મીત્રોના પ્રશ્નો અંગે અવાર નવાર હાઈકોર્ટ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતો કરી સફળ નિરાકરણ કરતું આવેલ છે.
દરમિયાન ક્રિમિનલ બાર એસોસીએશનની તા.૧૫/ ૧૨/ ૨૦૨૫ના રોજ યોજાયેલી સાધારણ સભામાં બહોળી સંખ્યામાં જુનીયર વકીલ મીત્રો હાજર રહેલા. જેમાં સર્વાનુમતે સને-૨૦૨૫-૨૬ના વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેમાં કન્વીનર જયેન્દ્રસિંહ રાણા, સહ કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડા, પ્રમુખ તુષારભાઈ બસલાણી, ઉપપ્રમુખ એલ.જે. રાઠોડ, સેક્રેટરી હિતેન્દ્રસિંહ જાડેજા, જો.સેક્રેટરી રાજકુમાર હેરમા, ટ્રેઝરર દિવ્યેશભાઈ મહેતા અને કારોબારી સભ્યો તરીકે મુકેશભાઈ પંડયા, કમલેશભાઈ રાવલ, અશ્વિનભાઈ ગોસાઈ, ઉજજવલ આર.રાવલ, પ્રવિણભાઈ સોલંકી, સુરેન્દ્રસિંહ જાડેજા, રમઝાન અગારીયા, પરેશ કુકાવા, યશવંતસિંહ ચાવડા, નેહલબેન જોષી, રશ્મિબેન જોષી અને કો.ઓપ. મેમ્બર તરીકે ધીમંતભાઈ જોષી અને ચીમનભાઈ સાંકળીયા ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે.
ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ હોદેદારોને બાર એસોસીએશન ના પ્રમુખ પરેશભાઈ મારૂ, ભાજપ લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, સીનીયર વકીલ લલીતસિંહ શાહી , અનીલભાઈ દેસાઈ, નલીનભાઈ જે. પટેલ, અમીતભાઈ જોષી, દિલીપભાઈ જોષી ,જયદેવભાઈ શુકલ, કિશોરભાઈ સખીયા, યોગેશભાઈ ઉદાણી, ગીરીશભાઈ બટ્ટ, જયંતકુમાર ગાંગાણી, તુલસીદાસ ગોંડલીયા, મહેશભાઈ ત્રીવેદી, કમલેશભાઈ શાહ, અમીતભાઈ ભગત, પી.સી.વ્યાસ, જયેશભાઈ બોધરા, ઈન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ડોડીયા, મનીષભાઈ ખમ્બર વિગેરે વકીલોઓએ શુભેચ્છા પાઠવી છે.