વીરપુર પીજીવીસીએલ તંત્ર દ્રારા મંજૂર કરાયેલા વીરપુર સબ ડિવિઝનની કચેરી વીરપુરમાં શ કરવાને બદલે રાજકીય ઈશારે અને વગદારોના દબાણ હેઠળ જેતપુર ખાતે કાર્યરત કરી દેવામાં આવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે ગોંડલના ધક્કા મટા, પણ આ અલગ સબ ડિવિઝન મંજૂર થતાં આ કચેરી વીરપુરમાં ખોલવાને બદલે જેતપુર ખાતે શ કરી દેવાતા લોકો ખોળિયો ખાંડતા રતન ખોવાયું જેવો ઘાટ અનુભવી રહ્યા છે. યારે વીરપુર ગોંડલ હેઠળ હતું ત્યારે વીરપુર ફોલ્ટ સેન્ટર ખાતે કાયમી ધોરણે વીજ કર્મચારીઓનો સ્ટાફ હાજર રહેતો હતો. જેથી સ્થાનિક સ્તરે કોઈ ફોલ્ટ સર્જાય તો તુરતં રિપેરિંગ થઈ જતું. પરંતુ યારથી આ કચેરી જેતપુર ખાતે ટ્રાન્સફર થઈ છે, ત્યારથી વીરપુર ફોલ્ટ સેન્ટર પરથી સ્ટાફ ગાયબ થઈ ગયો છે. હવે યારે પણ વીરપુર કે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય, ત્યારે કર્મચારીઓ છેક જેતપુરથી આવે છે, જેમાં કલાકોનો સમય નીકળી જાય છે. વીરપુરના ગ્રામજનો અને વેપારી મંડળો દ્રારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, જે કચેરી વીરપુરના નામે મંજૂર થઈ છે તેને તાત્કાલિક જેતપુરથી હટાવીને વીરપુરમાં જ સ્થાપિત કરવામાં આવે