સોનાના ભાવ અત્યાર સુધીની સર્વેાચ્ચ સપાટીએ પહોંચી જતા રાજકોટની સોની બજારમાં પણ સોનું સળગ્યું છે અને આજની તારીખે સોનાનો ભાવ ૧૦ ગ્રામ ના ૬૯૦૫૦ સાથે છ૭૦,૦૦૦ ની સપાટી નજીક પહોંચી ગયો છે. સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થતાં સ્થાનિક માર્કેટમાં પણ અડધો અડધ માંગ ઘટી ગઈ હોવાનું ઝવેરીઓ જણાવી રહ્યા છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક એ વધુ એક વખત વ્યાજના દર યથાવત રાખતા જેની પાછળ વૈશ્વિક બજારમાં ૨૨૦૦ ડોલરનો ભાવ પહોંચતા આજે સવારે બજાર ખુલતા ની સાથે જ સોનાનો ભાવ ૭૦ હજારની સપાટી સુધી સડસડાટ પહોંચી ગયો હતો. પીળીધાતુની સાથે ચાંદીમાં પણ ભારે ચમક આવી છે. સવારે બજાર ખુલતા ની સાથે સોનાનો ભાવ ૬૮,૫૦૦એ પહોંચી ગયો હતો ત્યારબાદ ફરી ભાવમાં તેજી આવતા ભાવમાં વધારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ અટવાઈ ગયા હતા અમેરિકાના વ્યાજ દર પર બધાની નજર હતી, જો વ્યાજદર ઘટે તો સોનુ તૂટે તેવી સંભાવનાઓ વ્યકત થઇ રહી હતી પરંતુ તેમાં કોઈ બદલાવ ના આવતા સોનાનો ભાવ ફરી એક વાર આચકો વધ્યો છે.
આજે ૬૯૦૫૦ ના ભાવ સાથે સોનાનો ભાવ સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સોનુ મોંઘું થતાં ખરીદીમાં પણ ૬૦ ટકા જેટલી બ્રેક લાગી ગઈ છે. આજે પીળી ધાતુના ૬૯૦૦૦ ની સપાટી ને પાર કરી ૭૦,૦૦૦ સુધી પહોંચે તેવી અટકળો થઈ રહી છે. આંતરરાષ્ટ્ર્રીય માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો આવતા ૧૦ ગ્રામએ ૬૯૦૦૦ ના ભાવની નવી સપાટી એ સોનાનો ભાવ પહોંચ્યો છે. ચૂંટણીની આચારસંહિતાના લીધે આંગડિયા પેઢીઓએ પણ સોના ચાંદીના સ્ટોક અને રોકડની લેવડ દેવડ ના વ્યવહારો બધં કરતા જેને અસર ગોલ્ડમાર્કેટ પર પડી છે અને આ વર્ષે પણ વૈશાખ મહિનામાં લના શુભ મુહર્તેા ન હોવાથી પ્રસંગોને પણ બ્રેક લાગી છે જેની અસર સોના ચાંદી ની ખરીદી પર જોવા મળી રહે છે. રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech