શહેરની સીનર્જી હોસ્પિટલના જાણીતા તબીબ ડો. જયેશ ડોબરીયાનો ફોન સાઇબર ગઠીયાઓ દ્રારા હેક કરી લેવામાં આવ્યો છે. ફોન હેક કરાયા બાદ ચીટરો દ્રારા તબીબના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓને મેસેજ કરી તાત્કાલિક પિયા ૪૭ હજારની જર હોવાની માંગણી કરવામાં આવી છે. જે અંગે તબીબ દ્રારા પોલીસનો સંપર્ક કરાયો છે. સાથોસાથ કોઇએ આ મેસેજના આધારે નાણાં ટ્રાન્સફર ન કરવા પણ જણાવ્યું છે.
ગુગલ પે કરવા તેના મેસેજ કર્યા છે
શહેરના સીનર્જી હોસ્પિટલના તબીબ ડો. જયેશ ડોબરીયાનો મોબાઇલ ફોન સાયબર ગઠિયાઓ દ્રારા હેક કરી લેવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન મારફત તબીબના મિત્રો અને તેના સંબંધીઓને મેસેજ કરવામાં આવી રહ્યો છે. જે મેસેજમાં મદદની જર હોવાનું કહી તાત્કાલિક પિયા ૪૭,૦૦૦ ટ્રાન્સફર કરવા માટેના આ મેસેજ કરવામાં આવ્યા છે. તે માટે ગુગલ પે નંબર ૯૨૮૮૫, ૬૬૨૦૩ આપી તેમાં ગુગલ પે કરવા તેના મેસેજ કર્યા છે. મેસેજ કરનાર શખસે બે કલાકમાં પૈસા પરત આપી દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ વાત તબીબને તેમના મિત્ર સર્કલમાંથી જાણવા મળી
સાયબર ગઠિયાએ ડો. જયેશ ડોબરીયાનો ફોન હેક કરી લીધો હોવાથી જો કોઈ તબીબને ફોન લગાવે તો તેમનો ફોન લાગતો નથી. દરમિયાન આ વાત તબીબને તેમના મિત્ર સર્કલમાંથી જાણવા મળી હતી. જેથી કોઈ ચીટરે તેમનો ફોન હેક કર્યાનું માલુમ પડ્યું હતું. જેથી તુરતં તેમણે આ અંગે પોલીસનો સંપર્ક કર્યેા છે અને સાથોસાથ પોતાનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હોય જેથી તેમના નંબર પરથી આવનાર મેસેજના આધારે કોઈ પણ રકમ ટ્રાન્સફર ન કરવી તેવું પણ જણાવ્યું હતું.