BREAKING NEWS

વાવાઝોડું મોન્થા કાલે આંધ્રપ્રદેશ પર ત્રાટકશે, ગુજરાતમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

  • October 27, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ ગઈ છે અને તે આવતીકાલે સાંજે અથવા રાત સુધીમાં આંધ્ર પ્રદેશ પર ત્રાટકશે તેવી ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.


આઈએમડીના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બચાવ તથા રાહતની કામગીરી માટે મોટી સંખ્યામાં રાખવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના સલામત સ્થળે લોકોને તથા માલ ઢોરને રાખવામાં આવી રહ્યા છે. દરિયો તોફાની બની ગયો છે અને તેની નજીક ન જવા માટે પણ લોકોને સાવચેત કરાયા છે.


આંધ્ર પ્રદેશના મછલીપટ્ટમ અને કલિંગપટ્ટમ વચ્ચે આવતીકાલ તારીખ 28 ના રાત્રે અથવા તો સાંજે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થવાનું શરૂ થશે ત્યારે તેની ઝડપ પ્રતિ કલાકના 90 થી 100 કિલોમીટરની અને અમુક તબક્કે 110 કીલોમીટરની થવાની શક્યતા છે. મોનથા વાવાઝોડાની અસરના ભાગરૂપે આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ તેલંગાણા ઓડિશા ઝારખંડ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આ વાવાઝોડાની અસરના ભાગરૂપે અને અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

બીજી બાજુ અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં આજે સવારે ડિપ્રેશન સર્જાયું છે અને તે આગામી 24 કલાકમાં સાઉથ ઇસ્ટ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમ અત્યારે મુંબઈથી 810 ગોવાના પણજીથી 790 લક્ષદીપના અમીદીવીથી 810 અને મેંગલોર થી 940 કીલોમીટર દૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application