BREAKING NEWS

કાલે શનિ અમાસ નિમિત્તે હાથલામાં ખાસ દર્શન અને વિશેષ આરતીનું આયોજન, જાણો વધુ વિગત

  • October 09, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ શનિ અમાસ આવી રહી છે. હિન્દુ ધર્મમાં શનિવાર અને અમાસના સંયોગનું શનિ મંદિરોમાં ખૂબ જ મોટું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. કાલે શનિ અમાસ નિમિત્તે હાથલામાં દર્શન અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ અવસરે શનિદેવના જન્મસ્થાન તરીકે જાણીતા પવિત્ર સ્થળ હાથલા ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટશે. શનિદેવના આ જન્મસ્થાન મંદિરમાં માતા પનોતીજી પણ બિરાજમાન છે. 

શનિ અમાસના પવિત્ર દિવસે હાથલા મંદિર ખાતે દર્શન અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે ૬:૩૦ વાગ્યાનો અને સાંજનો સમય ૭:૩૦ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. તમામ ભક્તગણોને આ સમયની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શનિ અમાવસ નિમિત્તે શનિ મહારાજને બાવન ગજની ધજા ચડાવાનો પણ વિશેષ મહિમા છે. જે પણ ભક્તો મંદિરે ૫૨ ગજની ધજા ચડાવા ઈચ્છુક હોય, તેમણે અગાઉથી જ મંદિરના મહંત શ્રી ચિરાગપુરી બાપુનો સંપર્ક સાધવો જેથી તેમનો વારો વહેલો આવી શકે.


હાથલા શનિ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો માટે વિશેષ પૂજા અને વિધિનું મહત્વ છે. અહીં આવ્યા બાદ ભક્તોએ કપડાં અને ચંપલ ઉતારીને શનિ કુંડમાં સ્નાન કરવાનું રહે છે. ત્યારબાદ પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને તેની સાત પ્રદિક્ષણા કરવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શનિદેવને રીઝવવા અને પનોતીની પીડાથી રાહત મેળવવા માટે શ્રદ્ધાળુઓ દ્વારા કાળા કૂતરાને સરસવનું તેલ લગાડીને રોટલી ખવડાવવી, ગરીબોને ભોજન કરાવવું તેમજ કાળા રંગની વસ્તુઓ જેવી કે કાળો ધાબળો, છત્રી અને સરસવના તેલનું દાન કરવામાં આવે છે. આ પ્રકારના દાન અને પૂજા-પાઠથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટ દૂર થાય છે.


હાલમાં મેષ, સિંહ, મીન અને ધન સહિતની કેટલીક રાશિઓ પર શનિની સાડેસાતી તેમજ અઢી વર્ષની પનોતી ચાલી રહી છે, ત્યારે આ પનોતી અને શનિના પ્રકોપની શાંતિ માટે શનિ મહારાજની વિશેષ પૂજા-અર્ચના કરવાનું અનેકગણું પુણ્ય માનવામાં આવે છે.


આ યાત્રાધામ અને મંદિર સંબંધિત વધુ માહિતી મેળવવા માટે ૯૮૭૯૪૨૫૭૩૩ નંબર પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application