BREAKING NEWS

જામનગર: પટેલ ગરબી મંડળમાં અંગારા સાથેના પ્રસિદ્ધ સિગ્નેચર રાસના ફાઇનલ રિહર્સલમાં જ જમાવટ

  • October 09, 2026 04:22 PM 

જામનગર: પટેલ ગરબી મંડળમાં અંગારા સાથેના પ્રસિદ્ધ સિગ્નેચર રાસના ફાઇનલ રિહર્સલમાં જ જમાવટ

મશાલ રાસનાં રોમાંચક દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા: પ્રથમ નવરાત્રિથી પ્રતિ દિન અંગારા રાસ યોજાશે

જામનગરને છોટીકાશી તરીકે ઓળખવામાં આવે છે અને અહીં નવરાત્રિ પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરની દાયકાઓ જૂની પ્રાચીન ગરબીઓમાં આગવી ઓળખ ધરાવતા વિવિધ રાસની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જામનગરની પ્રસિદ્ધ શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં અંગારા રાસ અને મશાલ રાસનું ફાઇનલ રિહર્સલ યોજાયું હતું, જેમાં આગ સાથે ગરબે ઘૂમતા યુવકોના રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં હતાં.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસે આવેલી શ્રી પટેલ યુવક ગરબી મંડળની ગરબી અંગારા રાસ અને મશાલ રાસ માટે જાણીતી છે. આગની જ્વાળાઓ અને સળગતા અંગારાઓ વચ્ચે સાહસિક યુવકો દ્વારા રજૂ કરવામાં આવતા આ રાસ નિહાળવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ જોખમી રાસની રજૂઆત માટે યુવકો નવરાત્રિ પહેલાંથી જ સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસ કરે છે.

નવરાત્રિના આગમન પૂર્વે અંતિમ તબક્કામાં પહોંચેલી તૈયારીઓ દરમિયાન યોજાયેલા ફાઇનલ રિહર્સલમાં જ ખેલૈયાઓનો ઉત્સાહ અને રાસની જમાવટ જોવા મળી હતી. આ ઉપરાંત જામનગરની અન્ય પ્રાચીન ગરબીઓમાં ડાક રાસ, તલવાર રાસ સહિતના પરંપરાગત રાસ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ખેલૈયાઓ દ્વારા આ વિશિષ્ટ રાસની પણ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ ગરબીઓની આગવી ઓળખ સમાન સિગ્નેચર રાસના રિહર્સલમાં જોવા મળી રહેલો ઉત્સાહ શહેરમાં નવરાત્રિના રંગનો માહોલ જમાવી રહ્યો છે. હવે નવરાત્રિના દિવસોમાં આ પ્રાચીન ગરબીઓમાં પરંપરા, સાહસ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application