BREAKING NEWS

જેતપુરમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

  • November 23, 2026 10:49 PM 

જેતપુર પંથકમાં રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરથી બે સિંહણના કરુણ મોત નિપજ્યા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, સ્ટેશન વાવડી અને ખીરસરા ગામ વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી બે સિંહણ ભાવનગર-પોરબંદર ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી. એકસાથે બે સિંહણના મોતની ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ અને વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. રેલવે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવતાં જેતપુર વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત જૂનાગઢ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.


​​​​​​​સ્થાનિકોની ભીડ ઉમટી રેલવે ટ્રેક પર બે સિંહણના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળે આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application