ફરી એકવાર સાઉદી અરેબિયા પર હુમલો કર્યેા છે. હત્પથીઓએ દક્ષિણપશ્ચિમ સાઉદી અરેબિયાના ખામિસ મુશૈત પર લશ્કરી એરબેઝને નિશાન બનાવતા ડઝન બંધ મિસાઇલો અને ડ્રોન છોડવાનો દાવો કર્યેા છે. આ હત્પમલાઓમાં તેર નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, સાઉદી સિવિલ ડિફેન્સે પાછળથી જણાવ્યું હતું કે હવે ખતરો ટળી ગયો છે. સાઉદી અધિકારીઓએ ખામિસ મુશૈત, તૈફ, જેદ્દાહ, આભા અને જાઝાન સહિત અનેક દક્ષિણી શહેરોમાં કટોકટી ચેતવણીઓ જારી કરી છે.
દરમિયાન, સાઉદી અરેબિયાના સિવિલ ડિફેન્સે પુષ્ટ્રિ આપી છે કે લાલ સમુદ્રના દરિયાકાંઠાના શહેરો યાનબુ અને તૈફમાં એલાર્મ સાયરન વગાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિને કારણે જેદ્દાહ એરપોર્ટ પર લાઇટસ પણ અસ્થાયી પે સ્થગિત કરવામાં આવી છે.
તાજેતરમાં, સાઉદી અરેબિયાએ યમનમાં હવાઈ હત્પમલા કર્યા હતા, જેમાં એરક્રાટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દાગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હત્પથીઓએ તેમના તાજેતરના હત્પમલાઓને બદલો ગણાવ્યા છે.
હત્પથીઓ દ્રારા કરવામાં આવેલી આ નવી પ્રગતિ, લાલ સમુદ્રના મુખ પર પેરીમ ટાપુ પર કબજો મેળવવાની સાથે, સાઉદી અરેબિયાના તેલ નિકાસ પર દબાણ વધાયુ છે. અગાઉ, એક હવાઈ હત્પમલામાં સાઉદી અરેબિયાની પૂર્વ–પશ્ચિમ પાઇપલાઇન ખોરવાઈ હતી. સાઉદી અરેબિયાએ ૧૯૮૦ ના દાયકામાં હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે આ ૧,૨૦૦ કિલોમીટરની પાઇપલાઇન બનાવી હતી. તેલ વેપારીઓના મતે, જો પાઇપલાઇન લાંબા સમય સુધી બધં રહેશે, તો વૈશ્વિક તેલ પુરવઠામાં ૪ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ૪ ટકાથી વધુનો વધારો થયો છે.
દરમિયાન, સાઉદી અને યમનની હવાઈ દળોએ મોચા બંદરની આસપાસ હત્પથીના સ્થાનો પર બોમ્બમારો તીવ્ર બનાવ્યો છે. આ હોવા છતાં, હત્પથીઓએ લગભગ સમગ્ર પશ્ચિમ કિનારા પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ હજુ સુધી સાઉદી અરેબિયાની સીધી લશ્કરી હસ્તક્ષેપની માંગ સ્વીકારી નથી અને માત્ર ગુચર સહાય પૂરી પાડી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હત્પથીઓએ પણ અમેરિકાને સંઘર્ષથી દૂર રહેવા કહ્યું છે.