ધોરાજીના વેગડી ગામે ખોડીયાર મંદિર પાસે છકડો રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષાચાલક આધેડ ગંભીર રીતે ઘવાયા હતાં. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડનું મોત થયું હતું. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ ઘરના મોભીના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના વેગડી ગામે રહેતા મનસુખભાઇ ભુપતભાઇ કુંભાણી નામના આધેડ સવારના સુમારે ઘરેથી છકડો રીક્ષા લઇને જતા હતાં. દરમિયાન અહીં ગામમાં આવેલા ખોડીયાર મંદિર પાસે રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી પ્રૌઢ રીક્ષા નીચે દબાઇ ગયા હતાં. દરમિયાન ગ્રામજનો એકત્ર થઇ ગયા હતાં. દરમિયાન પ્રૌઢના પુત્ર રાજભાઇ કુંભાણીને જાણ કરતા તે પણ દોડી આવ્યો હતો. બાદમાં મનસુખભાઇને રીક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતાં. અહીં સારવાર કારગડ નીવડે તે પૂર્વે જ પ્રૌઢનું મોત થયું હતું. બનાવને લઇ ધોરાજી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આધેડને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આધેડ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ગઇકાલે સવારે તેઓ ઘરેથી રીક્ષા લઇ મજુરોને તેડવા માટે જતા હતા દરમિયાન ગામમાં ખોડીયાર મંદિર પાસે કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. ઘરના મોભીનું અકસ્માતમાં મોત થતા કોળી પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application