BREAKING NEWS

રાજકોટમાં યમરાજનું મુકામ; સગીરા, યુવક, આધેડ અને બે મહિલાના મૃત્યુ

  • November 16, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં યમરાજાનો મુકામ હોય તેમ ગત સાંજેથી આજે વહેલી સવાર સુધીમાં એક સગીરા, યુવક, આધેડ અને બે મહિલાના મૃત્યુ નિપજ્યા છે. જેમાં હાર્ટ એટેક અને બીમારી હોવાનું કારણ સામે આવ્યું છે.


બનાવની મળતી વિગત મુજબ કાલાવડ રોડ, નિરાલી રિસોર્ટ સામે સોનલ પાર્કમાં રહેતી અંજુબા પ્રવિણસિંહ સોલંકી (ઉ.વ.17)ની સગીરા ઘરે હતી ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં ચુનારાવાડ શેરી નંબર 11 માં રહેતા કંચનબેન દીપકભાઈ ગુજરીયા (ઉ.વ.42)ના રાત્રે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. મૃતકને સંતાનમાં એક દીકરો દીકરી છે, પતિ મજૂરી કામ કરે છે, મહિલાને કેન્સરની બીમારી હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં સીતારામ કોમ્પલેક્ષમાં રહેતા ચેતનાબેન અશોકભાઈ રાદડીયા (ઉ.વ.44)ના પોતાના ઘરે હતા ત્યારે ચક્કર આવતા બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો.


ચોથા બનાવમાં હુડકો પોલીસ ચોકી પાછળ સૂર્યોદય સોસાયટીમાં રહેતા જયેશભાઈ યશવંતરાય જાની (ઉ.વ.48)ના આજે વહેલી સવારે ચારેક વાગ્યે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મૃત્યુ થયું હતું મૃતક જયેશભાઈ બે ભાઈ બે બહેનમાં નાના હતા. અને કારખાનામાં નોકરી કરતા હતા. પેરાલિસિસની થઇ ગયું હોવાથી તેની સારવાર પણ ચાલુ હતી. શનિવારે હોસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.


પાંચમા બનાવમાં ગ્રીન લેન્ડ ચોકડીથી આગળ નવાગામ પોલીસ ચોકી નજીક રહેતા નિલેશભાઈ ચત્રભુજભાઈ ચૌહાણ (ઉ.વ.40)ના ના રાત્રીના રાત્રે બારેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલમાં ખસેડાતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અહીં શ્રીજી મંડપમાં મજૂરી કામ કરતા. હતા બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application