આગામી તારીખ ૨૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં જિલ્લા કલેકટર તત્રં દ્રારા યોજાનાર લોકમેળાને અત્યાર સુધીનો સૌથી વધુ ઠંડો પ્રતિસાદ મળ્યો છે. આ મેળામાં સ્ટોલ અને પ્લોટની કુલ સંખ્યા ૩૦૦ જેટલી છે તેની સામે ગઈકાલ સાંજ સુધીમાં ૧૧૧ કોમ ભરાઈને પરત આવ્યા છે. ભરાયેલા ફોર્મ સ્વીકારવાનો આજે છેલ્લો દિવસ છે અને સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે.
ફોર્મ વિતરણનો અને ભરાયેલા ફોર્મ પરત કરવાનો અંતિમ દિવસ બુધવાર હતો. પરંતુ નબળા પ્રતિસાદના કારણે તંત્રએ મુદતમાં બે દિવસનો વધારો કર્યેા છે. જે આજે સાંજે પૂરો થાય છે. ગુવાર સાંજ સુધીમાં કુલ ૩૬૯ ફોમનો ઉપાડ થયો છે. પરંતુ આજે અંતિમ દિવસે પણ ભરાયેલા ફોર્મ પરત કરવા માટેનો ખાસ કોઈ ઉત્સાહ કે ઘસારો જૂની કલેકટર કચેરી અને ઇન્ડિયન બેંકની શાખામાં જોવા મળતો નથી.
ગયા વર્ષે સ્ટોલની સંખ્યા ૩૬૫ હતી તે આ વખતે ઘટાડીને ૩૦૦ જેટલી કરી દેવામાં આવી છે અને તેના કારણે સ્ટોલ અને પ્લોટના ભાડામાં વધારો કરીને ખર્ચ સરભર કરવાના પ્રયત્નો કલેકટર તત્રં દ્રારા કરવામાં આવ્યા છે. પરંતુ વેપારીઓને ભાવ વધારો પોષાય તેમ નથી. જોકે ભાવ વધારાના મામલે બંને પક્ષકારો થોડી ઘણી છૂટછાટ આપી શકે તેમ છે પરંતુ નવા જે નિયમો લોકોની સુરક્ષા માટેના લાગવામાં આવ્યા છે તે સ્વીકારવા માટે ધંધાર્થીઓ તૈયાર નથી. દરેક સ્ટોલ ધારકે સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવાનું અને સલામતી સંદર્ભે સોગંદનામાં રજૂ કરવાનો તત્રં આગ્રહ રાખે છે પરંતુ વેપારીઓ કહે છે કે સીસીટીવીની વ્યવસ્થા કલેકટર તંત્રએ કરવી જોઈએ અને સોગંદનામાં રજૂ કરીને અમે હાથ બાંધી દેવા તૈયાર નથી. આ સંદર્ભે સમજાવટના પ્રયાસો ચાલુ છે અને સાંજ સુધીમાં તેનો નિવેડો આવશે કે નહીં તેની ખબર પડી જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech