વોર્ડ નાં ૮ અને ૧૩માં નવા રોડ-રસ્તા, પેવર બ્લોક કામ શરુ થશે : મેયર, ડે. મેયર, ચેરમેન તથા વોર્ડના નગરસેવકો રહયા ઉપસ્થીત
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ અને ૧૩ માં વિકસિત ભારત- વિકસિત ગુજરાતના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૨૨૩.૪૦ લાખના એકી સાથે કુલ ૩૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ માં કામદાર કોલોની, શક્તિનગર, સર્વોદય સોસાયટી, રણજીત નગર પટેલ સમાજ થી સિક્કા ના સર્કલ સુધીનો રોડ, હિરજી મિસ્ત્રી રોડ, મુરલીધર નગર, શિવ નગર, જકાતનાકા આશાપુરા હોટલ નો વિસ્તાર, કૈલાશ નગર, તેમજ રામનગર -૪, અયોધ્યા નગર શેરી નંબર -૪ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ રૂપિયા ૧૫૪.૮૧ લાખના એકી સાથે ૨૦ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં પણ પ્રત્યેક સ્થળે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક વિસ્તારની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સર્વે આસપાસના વિસ્તારના રહેવાસીઓએ આવકાર આપ્યો હતો. આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા,તેમજ વોર્ડ નંબર -૮ ના કોર્પોરેટર કેતનભાઇ ગોસરાણી, સોનલબેન કણજારીયા, તૃપ્તિબેન ખેતિયા, તેમજ વોર્ડ નંબર ૮ ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.
આ ઉપરાંત વોર્ડ નંબર ૧૩ માં પણ એકીસાથે ૬૯.૦૩ લાખના ૧૪ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૩૫ થી પોલીસ ચોકી સુધીનો વિસ્તાર, પવનચક્કી થી નહેરના કાંઠાવાળો રોડ, કિસાન ચોક, કબીર આશ્રમ સામે, ખંભાળિયા ગેટ પ્રણામી મંદિર તરફ જતો માર્ગ, શેતાવાડ- ખારા કુવા પાસે, લુહારસાર રોડ, નાનક પુરી ચકલો, મોડી નો વાડો વિસ્તાર, સેન્ટ્રલ બેન્ક માંડવી ટાવર વિસ્તાર, ટાંક ફળી તેમજ દિગવિજય પ્લોટ શેરી નંબર ૨૨ સહિતના વિસ્તારોમાં જુદા જુદા ૧૨ જેટલા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હતા, જે તમામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે કરાયું હતું.
આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, મહાનગરપાલિકાના શાસક જૂથના દંડક અને સ્થાનિક કોર્પોરેટર કેતનભાઇ નાખવા, બબીતાબેન લાલવાણી, પ્રવિણાબેન રુપડીયા તેમજ સ્થાનિક વોર્ડના અન્ય હોદ્દેદારો- કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારોને આવકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech