દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. રાજધાનીમાં ફેબ્રુઆરીમાં મતદાન થવાની સંભાવના છે. ચૂંટણી પંચ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે અને તારીખોની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન થઈ શકે છે અને 17 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે, જેમાં આગામી ચૂંટણીની પ્રક્રિયા અને તેને લગતા પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ચૂંટણી પંચએ સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 2020માં પણ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે જીત મેળવી હતી અને સરકાર બનાવી હતી. હવે જેમ જેમ કાર્યકાળની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દિલ્હીમાં આગામી ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપ્ના પ્રવેશ વર્મા સાથે છે. કેજરીવાલ હંમેશા આ સીટ પરથી ચૂંટણી લડ્યા છે અને અહીં તેમની મજબૂત પકડ છે.
સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે
નવી દિલ્હી સીટને વીઆઈપી સીટ ગણવામાં આવે છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના અગ્રણી નેતાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાયર્િ છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. બીજી તરફ, મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમનો મુકાબલો કોંગ્રેસની અલકા લાંબા અને ભાજપ્ના ભૂતપૂર્વ સાંસદ રમેશ બિધુરી સાથે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech