સમગ્ર ગુજરાતમાં હાલ કોંગ્રેસ દ્વારા ખેડુતોના હિતમાં સરકાર સમક્ષ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખેડુતોને ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ૩૦૦ મણ અથવા ભાવ ફેરના રૂ.૧.૩૫ લાખ રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડુતના ખાતામાં સીધા જમા કરાવવા માટે માંગ કરવામાં આવી છે, આ બાબતે ગઇકાલે ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકરો વિરોધ દર્શાવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતાં અને મામલતદારને આવેદન આપી માંગ કરાઇ હતી, તે દરમ્યાન પ્રમુખ હરીચંદ્રસિંહ જાડેજા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડુતો, ગ્રામજનો જોડાયા હતાં.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં રાજ્ય સરકાર માત્ર ખરીદીની એજન્સી તરીકે કામ કરે છે તેનાથી વધારે રાજ્ય સરકારનો તેમાં કોઈ કાળો હોતો નથી સમજવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જ નિમાયેલી કમિટી પઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીથથ એ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટરદીઠ સહાય આપવી છજ્ઞફિં જોઈએ પરંતુ સરકાર પોતાના મળતીયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેકટરદીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી.
આ અહેવાલ કેન્દ્ર સરકારે પોતે જ નિયુક્ત કરેલી કમિટી ઇન્ડિયન કાઉન્સિલ કોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીએ કરેલી ભલામણ છે જે કમિટીના ત્રણ સભ્ય અશોક ગુલાટી, તીર્થ : ચેટરજી, શિરાજ હુરીની હતા તેઓએ દેશ વિદેશનો અભ્યાસ કર્યા પછી કેન્દ્ર સરકારને આ અહેવાલ મોકલ્યો છે. અખબારોએ લીધેલી નોંધ મુજબ આ અહેવાલમાં કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ એકરદીઠ ૧૬- ૧૬ હજાર રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં બે વાર જમા કરાવવામાં આવે છે એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધા પિયા જમા કરાવવા જોઈએ.
આ કમિટીએ મગફળી પાક માટે ટેકાના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં કરવામાં આવતી ખરીદીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે સરકાર ટેકાના ભાવે જે મગફળી ખરીદે છે તેમાં એક ખાંડી (૨૦ મણ) ના ૨૯૦૦૦ જેટલા ચૂકવે છે જેના પર ૧૦ હજાર જેવો વધાસનો ખરીદીનો ખર્ચ લાગે છે આમ એક ખાંડી મગફળીની ખરીદી સરકારને ૩૯૦૦૦ માં પડે છે મતલબ કે સરકારને આ મગફળી પ્રતી મણ ૧૯૫૦ રૂપિયામાં પડે છે. આ જ મગફળી સરકાર એકાદ વર્ષ પછી જ્યારે ખુલ્લા બજારમાં વેચવા માટે મૂકે છે ત્યારે તેને ખાંડી મગફળી ૧૭ થી ૧૮ હજાર જ ભાવ મળે છે મતલબ કે સરકાર મગફળીની ખરીદીમાં એક ખાંડી એ ઓછામાં ઓછું ૨૦ થી ૨૨ નું નુકશાન ભોગવી રહી છે. જો તેને માણમાં જોઈએ તો પ્રતી મણ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયાની નુકશાની ભોગવી રહી છે તેમ ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીચંદ્રસિંહ જાડેજાએ મામલતદારને આવેદન પત્રમાં જણાવ્યું છે.