BREAKING NEWS

જામનગર : ઢંઢા ગામના તલાટીની બદલીનો ઓર્ડર રદ કરવા માંગ

  • November 20, 2025 05:35 PM 


જામનગર તાલુકાના ઢંઢા ગામના તલાટી મંત્રી સિઘ્ધરાજસિંહ વિક્રમસિંહ જાડેજાની એકાએક બદલી થઇ છે, તા.૧૪ના રોજ થયેલી બદલી તાત્કાલીક અસરથી રદ કરવાની માંગણી જિલ્લા પંચાયતના સભ્ય જુલેખાબેન કાસમભાઇ ખફીએ ડીડીઓને લખેલા પત્રમાં માંગણી કરી છે. 


આ પત્રમાં જણાવાયું છે કે, તા.૧૪ના રોજ વર્ક ૪૪૩/૨૦૨૫ અન્વયે તાલુકા પંચાયત જામનગર દ્વારા તા.૧૭-૧૧-૨૦૨૫થી આ તલાટી મંત્રીને છુટા કરવા આદેશ કરેલ છે, તેઓ ઢંઢા અને મકવાણા ગામના તલાટી હતાં અને એક વર્ષથી તેઓ ખુબ જ સારી કામગીરી કરી છે, આ બદલી તાત્કાલીક રદ કરવી જોઇએ તેવી તમામ ગ્રામજનોની માંગણી છે ત્યારે અમે પંચાયતના સભ્ય તરીકે લોકોની માંગણીને ઘ્યાનમાં રાખીને અમે પણ લેખિત રજૂઆત કરીએ છીએ તેમજ તલાટી મંત્રી છુટા ન કરવાની અને તાત્કાલીક અસરથી તેમનો ઓર્ડર રદ કરવા અમો ભલામણ કરીએ છીએ. 


જો તલાટી મંત્રી સિઘ્ધરાજસિંહ જાડેજાની બદલી રદ કરવામાં નહીં આવે તો નાછુટકે અમારે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેવી પણ ચિમકી આપી હતી, આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ તલાટી મંત્રી ઢંઢા અને મકવાણા ગામમાં સારી ફરજ બજાવે છે, બે દિવસ પહેલા જ અમને ખબર પડી કે તેમની બદલી થઇ છે પરંતુ નિયમ મુજબ તેમને ત્રણ વર્ષ સુધી બદલી કરી શકાય નહીં, વળી તેમની કામગીરી પણ ખુબ જ સારી છે, અમુક લોકોને ટુંકાગાળામાં જ બદલી નાખવામાં આવે છે અને કેટલાકની બદલી ત્રણ વર્ષ થયા હોય તો પણ થતી નથી.


જામનગર જિલ્લામાં ૪૦થી વધુ લોકોની બદલી થઇ છે, ઘણી શાખામાં ૨૫૦ રૂપિયામાં લેઝર કાગળ મળે છે તે ઓનલાઇન ૫૦૦માં ખરીદીને ભ્રષ્ટાચાર કરાતો હોવાની છાપ ઉભી થઇ છે, આમ કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application