BREAKING NEWS

ગીરગઢડાથી દ્રારકા રૂટની સીધી એસટી બસ શરૂ કરવા માગ

  • July 18, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર ગઢડાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતનભાઈ પટેલ અને ઉપપ્રમુખ અનિલકુમાર વિઠલાણીએ ગુજરાત માર્ગ અને વાહન વ્યવહારના એમ.ડી. તથા અમરેલી એસટી ડિવિઝનના વિભાગીય નિયામક અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને લેખિતમાં રજૂઆત કરી છે. ગીરગઢડા તાલુકો ૨૦૧૪માં અસ્તિત્વમાં આવેલ છે. એસટી દ્રારા અધતન ડેપોનું નિર્માણ કરેલ છે પરંતુ લાંબા અંતરની એસટી બસ શરૂ કરવામાં આવતી નથી. ગીરગઢડાથી દ્રારકા વાયા સોમનાથ પોરબંદર જવા એક પણ રૂટની બસ નથી હાલ તહેવારો અને શ્રાવણ માસ શરૂ થતો હોય ઉનાથી દ્રારકા જતી એસટી બસને વાયા ગીરગઢડા, જામવાળા, તલાલા, સોમનાથ, વેરાવળ, માધવપુર, પોરબંદર, દ્રારકા જવા બસ વહેલી તકે શરૂ કરવા તેમજ ગીરગઢડા ગાંધીનગર રૂટની બસમાં ઓનલાઇન બુકિંગ રદ કરી ગીરગઢડા તાલુકાની જનતાને લાભ મળે તેવી વ્યવસ્થા કરવા અને આ બસ વાયા અમરેલી, બોટાદ, સાળંગપુર, વલ્લ ભીપુર કરવા માગણી કરાઈ છે તેમજ ગીરગઢડા એસટી ડેપોમાં સફાઈ કર્મચારી ન હોય ગંદકી ખુબ વધી ગઈ છે. સફાઈ કર્મચારીની નિમણૂક કરી નિયમિત સફાઈ કરવા માગણી કરી છે. જો ઉના ગીરગઢડા દ્રારકની એસટી બસ શરૂ નહીં કરવામાં આવે તો ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા લોક આંદોલનની ચીમકી આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application