BREAKING NEWS

રાજકોટ કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર, પ્રવાસમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થી મુદ્દે પગલા લેવા માંગ

  • December 22, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આજે બપોરે એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરની નવયુગ સ્કૂલ દ્વારા વિધાર્થીઓ માટે આયોજિત પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોતનો મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વિશેષમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, નવયુગ સ્કૂલ દ્વારા સાસણગીર ખાતે વિધાર્થીઓનો પ્રવાસ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આગળ સંચાલકોની બેદરકારીના કારણે રિસોર્ટમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું એ મામલે નવયુગ સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મૃતક વિધાર્થીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઈપણ સ્કુલ આવા પ્રવાસ આયોજન કરે ત્યારે કોન્સ્ટેબલને સાથે લઈ જવામાં આવે તેવું સૂચન પણ આવેદનપત્રમાં અંતમાં એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News