BREAKING NEWS

યાત્રાધામ દ્વારકામાં પુન: ડીમોલીશન, રૂ.૧.૬૧ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાશે

  • November 01, 2025 05:46 PM 


યાત્રાધામ દ્વારકામાં વહિવટી તંત્ર દ્વારા પુન: મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રૂ.૧.૬૧ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવશે, દ્વારકામાં જલારામનગરમાં સુદામા ભવન, સિકોતર ભવન અને એક આસામી દ્વારા ખડકાયેલા અનઅધિકૃત રૂમ, રસોડુ, પાર્કિંગ અને હોલ તોડી પાડવામાં આવશે, સરકારી જમીન પર ખડકાયેલા દબાણો દુર કરી ૨૩૦૦ ચો.ફુટ જમીન ખુલ્લી કરવામાં આવશે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણોનો રાફળો ફાટયો છે, દિન-પ્રતિદિન ભાવિકો અને મુસાફરોનો ઘસારો વધતાં દ્વારકામાં ચોમેર સરકારી જમીન પર અનઅધિકૃત બાંધકામો કરવામાં આવ્યા છે, આ બાંધકામો દુર કરી યાત્રાધામના વિકાસને વેગ આપવા માટે સરકારની સુચનાથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, થોડા સમય પૂર્વે દરીયાકાંઠાના વિસ્તારોમાં મસમોટા દબાણો દુર કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ હવે દ્વારકામાં અનઅધિકૃત દબાણ દુર કરવા માટે મેગા ઓપરેશન શ‚ કરવામાં આવ્યું છે, દિવાળીના તહેવારો હોય થોડા સમય માટે આ ઓપરેશનને બ્રેક લાગી હતી, પરંતુ દિવાળી પૂર્ણ થયા બાદ જિલ્લા વહિવટી તંત્ર પુન: હરકતમાં આવ્યું છે અને ડીમોલીશનની કાર્યવાહી શરૂ કરી છે, જે અંતર્ગત શનિવારે દ્વારકાના જલારામનગરમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સર્વે નં.૧૨૨૭માં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો દુર કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

​​​​​​​


 જે અંતર્ગત સુદામા ભવનના ૭ રૂમ, ૧ હોલ, ૧ રસોડુ અને પાર્કિંગની ૧૨૦૦ ચો.ફુટ જગ્યા જેની જંત્રી મુજબ કિં.
રૂ​​​​​​​.૨૨૮૫૦૦૦, સિકોતર ભવનના ૮ રૂ​​​​​​​મની ૯૦૦ ચો.ફુટ જગ્યા જેની જંત્રી મુજબ કિ.રૂ​​​​​​​.૧૧૨૮૦૦૦ અને ટપુભા અજાભા માણેક દ્વારા બનાવાયેલા ૪ રૂ​​​​​​​મ, ૨૦૦ ચો.ફુટ જગ્યા જેની જંત્રી મુજબ કિં.રૂ​​​​​​​.૨૫૮૪૦૦ થાય છે, આ તમામ બાંધકામો અનઅધિકૃત હોય તોડી પાડવા માટે જેસીબી સહિતની મશીનરી દ્વારા ડીમોલીશન હાથ ધરાયું છે, અત્રે નોંધનીય છે કે, સુદામા ભવનના જે દબાણો છે તે ૧૨૦૦ ચો.ફુટ જગ્યાની બજાર કિં.રૂ​​​​​​​.૮૪ લાખ, સિકોતેર ભવનના ૮ રૂ​​​​​​​મની ૯૦૦ ચો.ફુટ જગ્યાની બજાર કિં.રૂ​​​​​​​.૬૩ લાખ અને ટપુભા માણેક દ્વારા બનાવેલા ૪ રૂ​​​​​​​મની ૨૦૦ ચો.ફુટ જગ્યાની બજાર કિં.રૂ​​​​​​​.૧૪ લાખ તંત્ર દ્વારા આંકવામાં આવી છે, જલારામનગરમાં ડીમોલીશનની કાર્યવાહી બે દિવસ ચાલશે, જે અંતર્ગત કુલ ૨૩૦૦ ચો.ફુટ જગ્યા કે જેની બજાર કિં.રૂ​​​​​​​.૧.૬૧ કરોડ થાય છે તે ખુલ્લી કરાવવામાં આવશે.


આ ડીમોલીશન કાર્યવાહી એસડીએમ અમોલ આવટે, મામલતદાર અનિલભાઇ ભેડા, નાયબ મામલતદાર અનિ
રૂ​​​​​​​ઘ્ધસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી. ત્યારે હજુ આગામી દિવસોમાં દ્વારકામાં અન્ય અનઅધિકૃત દબાણોનો કડુસલો બોલાવવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application