BREAKING NEWS

માતાજીના માંડવાની માનતાના પૈસા ન હોવાથી દેવાભાઈએ એસિડ પીધું

  • November 29, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માતાજીના માંડવાની માનતા હોય પરંતુ બે થી ત્રણ લાખનો ખર્ચમાં પહોંચાય એમ ન હોવાથી રાજકોટના યુવકે માળિયા ફાટક પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે રહેતા દેવાભાઇ રવજીભાઈ વાઘેલા (ઉ.વ.35)એ બપોરે બારેક વાગ્યાના અરસામાં મોરબી માળિયા ફાટક પાસે હાઉસીંગમાં એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

યુવક ભંગારની ફેરી કરે છે. છ ભાઈ છ બહેનમાં નાનો છે, સંતાનમાં એક દીકરો બે દીકરી છે. પરિવારના કહેવા મુજબ યુવકે મેલડી માતાજીના માંડવાની માનતા રાખી હતી પરંતુ માંડવાનો ખર્ચ બે થી ત્રણ લાખ રૂપિયા થતો હોય જે પૈસા ન હોવાથી હવે માંડવો કેમ કરીને માનતા પુરી કરીશ એની ચિંતામાં આવી જઈ પગલું ભરી લીધું હતું. વધુ તપાસ મોરબી પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application