\\\
રાજકોટ સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલએ આજરોજ મુલાકાત લીધી હતી. અને મુખત્વે રોગી કલ્યાણ સમિતિની બેઠકના અધ્ક્ષસ્થાને હાજરી આપી આર.કે.એસ.ની બેઠકમાં હોસ્પિટલના ડેવલપમેન્ટ અંગેની વિગતે ચચર્િ કરી હતી. આર.કે.એસ.મા જમા થયેલી રકમમાંથી હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેમજ પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને કેટલીક મંજૂરીઓ બાકી હોઈ એની બહાલી આપવા સહિતની બાબતો આ મિટિંગના એજન્ડામાં રહી હતી.
આજકાલ દ્વારા આરોગ્ય કમિશનરને કેટલાક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા જેમાં ઝનાનામાં ગોંડલના પાંચ માસના બાળકને આનંદ નર્સીંગ ઇન્સ્ટિટ્યૂટના છાત્રએ આપવામાં આવેલા ઇન્જેક્શનથી મોત નિપજયાના બનાવમાં માત્ર કોન્ટ્રાકટ નર્સીંગ કર્મી ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર એ સમયે ફરજ પરના સરકારી નર્સીંગ કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ બાળકનું સરકારી હોસ્પિટલની બેદરકારીથી મુત્યુ થયું છે તો જે રીતે અકસ્માતમાં સરકાર સહાય આપે છે તેમ બાળકના પરિવારને પણ રોગી કલ્યાણ સમિતિમાંથી સહાય આપવી જોઈએ,તેના જવાબમાં આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, એ બાબતે તપાસ કરાવી જે કાયદેસરની કાર્યવાહી થશે એ કરવામાં આવશે. અને સહાય બાબતે સરકારના પ્રોટોકોલ મુજબ જોઈને વિચારાધીન રહેશે.
આ ઉપરાંત તાલુકા કક્ષાના પોસ્ટમોર્ટમ રૂમ ખુબ મોટા હોઈ છે અને જામનગર, ભાવનગ, મોરબી,જૂનાગઢ જેવી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ માટેના કોલ્ડ સ્ટોરેજ માટે વધુ કેબીન છે જયારે રાજકોટ સિવિલમાં વર્ષે 3500 જેટલા પીએમ થાય છે એમ છતાં હોસ્પિટલનો પીએમ રૂમ ખુબ નાનો અને માત્ર 6 જ કોલ્ડ સ્ટોરેજ કેબીન છે.જેના કારણે અનેકવખત તકલીફ મુશ્કેલી સર્જાય છે. જેના હકારાત્મ્ક જવાબમાં આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, આ બાબતે સુવિધા વધારવા માટેની કામગીરી કરવામાં આવશે.
આજકાલ દ્વારા દર્દીઓને સારવાર ન આપી રઝડતા મૂકી દઈ તબીબો ખો આપતા હોવાથી દર્દીઓના સારવારના અભાવે મુત્યુ નીપજે છે, એમ છતાં વિભાગના એચઓડીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરની બચાવમાં ઉભા હોઈ છે. આજના જ યુવકના સારવારના અભાવે મુત્યુ થયાનો બનાવ પણ ટાંકી આરોગ્ય કમિશનરને જણાવતા આ મામલે હોસ્પિટલના વડા સાથે વાતચીત કરી આવું ન બને તે માટેની ચચર્િ કરવામાં આવશે અને જરૂર પડ્યે એક્શન પણ લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આરોગ્ય કમિશનર હર્ષદ પટેલને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, ડીન ડો.ભારતી પટેલએ બુકે આપી સ્વાગત કર્યું હતું. બાદમાં એમસીએચ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. અને લેબર રૂમ સહિતનું નિરીક્ષણ કર્યું હતું. ગાયનેક વિભાગના એચઓડી ડો.કમલ ગોસ્વામી, પીડિયાટ્રિક વિભાગના એચઓડી ડો.પંકજ બુચએ સારવાર અને સુવિધાઓ અંગે માહિતગાર કયર્િ હતા.
આજની આર.કે.એસ.ની બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, નાયબ નિયામક ડો.દીક્ષિત, એડી.ડાયરેક્ટર ડો.નીલમ પટેલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, ડીન ડો.ભારતી પટેલ, મહાપાલિકાના આરોગ્ય અધિકારી જે.એલ.વકાણી, એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.એચ.સી.કયાડા સહિતના તબીબી આધિકારીઓ વિભાગના વડાઓ હાજર રહ્યા હતા.
એમસીએચનો ભ્રષ્ટાચાર ન દેખાયો સ્ટ્રેચર વ્હિલ ચેર છે ને ? પૂછી નીકળી ગયા
120 કરોડના ખર્ચે બનેલા એમસીએચ (ઝનાના) બ્લોકના ઇન્ફ્રાસ્ટક્ચરથી લઇ તકલાદી ફર્નિચર સહિતમાં મોટો ભ્રસ્ટાચાર આચારવામાં આવતા બિલ્ડિંગને એક વર્ષ નથી થયું ત્યાં દીવાલોમાં તિરાડો, ફર્નિચર તૂટવા લાગ્યા, પીઓપી જમીનદોસ્ત થવા લાગી છે. જયારે આજરોજ આરોગ્ય કમિશનરએ એસીએચ બિલ્ડિંગની મુલાકાત લીધી ત્યારે તેમને આ ભ્રષ્ટચાર ન દેખાયો, ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડી માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ દર્દીઓ માટે ન હોઈ દર્દીઓને નીચે બેસવું પડે છે, આ ઉપરાંત લિફ્ટ કલાકો સુધી આવતી ન હોવા સહિતની બાબતો દેખાઈ નહતી માત્ર વહીલ ચેર અને સ્ટેચર પુરતા છે કે નહીં ? એ પુચ્છા કરી નીકળી ગયા હતા.
સિવિલના પાણી પ્રશ્ને આજકાલે મેયરને કહેતા હાડોહાડ લાગી આવ્યું
સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય બિલ્ડિગમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ અને એ પણ માત્ર ૨૦ મિનિટ જેટલું બે લાઈન મારફતે પાણી આવતું હોવાથી બિલ્ડીંગમાં ડાયાલીસીસ વિભાગ અને ચાર ફલોરમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાથી પાણીની રોજ ઘટ પડી રહી છે. આ પ્રશ્ન ઘણા સમયથી છે પરંતુ સત્તાધીશોને ઉકેલ લાવવામાં રસ ન હોવાથી હોસ્પિટલ તંત્રને પાણી ખરીદવું પડે તેવી સ્થિતિ ઉભી થાય છે. ત્યારે આજરોજ આરકેસની મિટિંગમાં પધારેલા મેયર નયનાબેન પેઢડિયાને આજકાલ દ્રારા હોસ્પિટલના પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી અને સત્તાધીશો દ્રારા આ મામલે ધ્યાન આપવામાં આવતું નથી તેમ કહેતા પર્શનલ કેમ જાવ છો ? કહી તેમેને હાડોહાડ લાગી આવતા મોઢા પર નારાજગી પણ દર્શાવી હોવાનું જણાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech