હજુ વાતાવરણમાં ઠંડક છે, ગરમી શ થઇ નથી, ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો માથુ ઉંચકે છે. આ વખતે સમય કરતા પહેલા પાણીજન્ય રોગચાળાએ દેખા દીધી છે અને ગઇકાલે ધરારનગર-૧ વિસ્તારનાં ૩ દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. મ્યુ. કમિશનર ડી.એન.મોદીની સુચનાથી તાબડતોબ એકશન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આજ સાંજ સુધીમાં હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓનાં રિપોર્ટ આવશે અને એવી ભીતી છે કે કદાચ કોલેરાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. બીજી બાજુ તંત્રએ આ અસરગ્રસ્ત વિસ્તાર અને આસપાસના ર કિ.મી.ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો છે.
પાણીજન્ય રોગચાળો હોવાથી નળ વાટે અપાતા પાણીની શુદ્ધતા શંકાના ઘેરામાં આવી છે અને તેને સુદ્રઢ કરવા ટીમો પણ કામે લાગી છે ત્યારે જરી છે કે અસરગ્રસ્ત વિસ્તારનાં લોકો ખુબ જ સાવચેતી રાખે અને જાતે તકેદારીનાં પગલા લે નહિં તો આ રોગચાળો વકરીને મોટો પડકાર બની જશે.

ધરારનગર વિસ્તારમાં કોલેરાનો રોગચાળો વધુ ફાટી નીકળે તેવી શકયતા છે. જિલ્લા કલેકટરે ડીએમસી ઝાલાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય ખાતાની ૨૭ ટીમ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને પ૧૭૭ ઘરની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ૫૯૧૧૦ કલોરીન ટેબલેટ, અને ૭૨૭ ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં જી.જી. હોસ્પિટલમાં ૩૩ દર્દી દાખલ છે જેમાં બે સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૭ ટીમો દ્વારા ઘેર ઘેર જઇને તપાસ કરવામાં આવી છે જેમાં ૧૨ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે જેમનો રીપોર્ટ બપોર સુધીમાં આવી જશે. આ ઉપરાંત સોલીડ વેસ્ટનાં મુખ્ય અધિકારી મુકેશ વરણવા, ડો. હરીશ ગોરી અને તેની ટીમ સતત કાર્યરત છે. આજ સવારથી પણ ધરારનગર વિસ્તારમાં આરોગ્ય દ્વારા ચેકીંગ શ કરવામાં આવ્યું છે હજુ પણ કોલેરા વકરે તેવી શકયતા છે.
કોલેરા અને તાવ અટકાવવા સાવચેતી રાખો
જામનગર શહેરના ધરારનગર-૧ વિસ્તારમાં ૩૩ લોકોને ઝાડા ઉલ્ટી થયા બાદ તેમાંના ૩ દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યો છે માટે તંત્ર સાવચેત બની ગયુ છે. ડોકટરના જણાવ્યા મુજબ પાણી ઉકાળીને પીવું, ઢાંકેલા ન હોય તેવા ખાદ્ય પદાર્થો ન ખાવા, બરફ ખાવાથી દુર રહેવું, અને બેચેની કે ઝાડા ઉલ્ટી થાય તો તરત જ નજીકનાં સરકારી કે પ્રાઇવેટ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવો. તેમજ ઓઆરએસ લેવુ, ઉકાળીને પાણી સતત પીધા કરવું.
ગઇકાલે મ્યુ.કમિશનરના અઘ્યક્ષસ્થો સાંજે અધિકારીઓ સાથે મીટીંગ
જામનગર મહાપાલિકા દ્વારા કોલેરાને નાથવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઇકાલે સાંજે મ્યુ.કમિશનર ડી.એન. મોદીના અઘ્યક્ષસ્થાને કોર્પોરેશનનાં તમામ ઉચ્ચ અધિકારીઓની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં આસી. કમિશનર મુકેશ વરણવા, સીટી ઇજનેર ભાવેશ જાની, ભુગર્ભના મુકેશ ચાવડા, સોલીડ વેસ્ટનાં કેતન કટેશીયા,વો.વ. અધિકારી નરેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને યુદ્ધના ધોરણે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરવા મ્યુ. કમિશનરે આદેશ કર્યો હતો.
ભૂતિયા નળ જોડાણ કારણભૂત, ગટરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ગંદુ પાણી ભળી ગયું..!
શહેરના ધરારનગર-૧માં એકસાથે ૨૬ લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ દર્દીઓના સેમ્પલની તપાસમાં કોલેરાના ૩ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ વિસ્તારમાં ગટરમાંથી પસાર થતા ભૂતિયા નળ જોડાણ આ રોગચાળા પાછળ કારણભૂત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. કારણ કે, ગટરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ગંદુ પાણી ભળી જતાં અને આ પાણી પીવાથી ઝાડા-ઉલ્ટી અને કોલેરા થયો હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આ ભૂતિયા નળજોડાણ આપ્યા કોને તે તપાસનો વિષય બન્યો છે.

સાંજ સુધીમાં વધુ રિપોર્ટ આવે એવી શકયતા: ૨૭ ટીમો મેદાને
જામનગર મહાપાલિકા દ્વારા કોલેરા નિયંત્રણ રાખવા માટે તંત્ર વધુ સાવચેત બની ગયું છે. ૫૧૭૭ ઘરોને ચેક કરવામાં આવ્યા છે એટલું જ નહિ ઘરે ઘરે સર્વે કરાયો છે. આરોગ્ય મુખ્ય અધિકારી ડો. હરીશ ગોરી અને તેમની ટીમ સતત કામગીરી કરી રહી છે. કેટલાક શંકાસ્પદ દર્દીઓ છે તેમના રિપોર્ટ સાંજ સુધીમાં આવી જાય તેવી શકયતા છે ત્યારે આજ સવારે પણ ચેકીંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આસપાસના બે કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયોજામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં કોલેરાના ૩ પોઝીટીવ કેસ નોંધાયતા આ રોગનો ફેલાવો થતા અટકાવવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધરારનગર-૧ વિસ્તાર અને તેની આજુબાજુના ૨ કિ.મી. ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ રોગનો ફેલાવો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નં.૩ ઓફ ૧૮૯૭ અન્વયે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જામનગરના બેડીબંદર આરોગ્ય કેન્દ્રનાં ધરારનગર-૧ તથા આસપાસનાં ર કિ.મી.નો સમાવેશ કરાયો છે અને કોર્પોરેશનના ડીએમસીને કોલેરાગ્રસ્ત અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સતાઓ એનાયત કરવામાં આવી છે.
