BREAKING NEWS

જેતપુર પાસે કારનું ટાયર ફાટતા અકસ્માતમાં ધોરાજીનું દંપતી ખંડિત

  • January 15, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીના એક પતિ–પત્ની અને તેમમાં કૌટુંબિક સંબંધી કારમાં જેતપુરથી પરત ધોરાજી જતા હતા ત્યારે મોટા ગુંદાળા ગામ પાસે તેમની કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મારી રોડ નીચે ઉતરી જવાથી પત્નીનું મોત નીપયું હતું. યારે પતિ અને અન્ય યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
ધોરાજી ગામે રહેતા શુભમ કાપડીયા તેમના પત્ની મિતાલીબેન અને અરવિંદભાઈ આસોદારીયા નામના કૌટુંબિક સંબંધી જેતપુર કામ પરવારી રાત્રીના સમયે પોતાની કાર મારફત ધોરાજી પરત જતા હતાં ત્યારે મોટા ગુંદાળા ગામ પાસે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. જેથી કાર પલ્ટી મારીને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ જોય ત્યાંથી પસાર થતા વાહન ચાલકો વાહન થોભાવી ઇજાગ્રસ્તોને બહાર કાઢા હતાં. જેમાં તમામને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા જયાં ફરજ પરના તબીબે મિતાલીબેનને મૃત જાહેર કર્યા હતાં. યારે શુભમભાઈ અને અરવિંદભાઈની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કર્યા હતાં. અકસ્માતને લઈને કાપડિયા પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. જેતપુર તાલુકા પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application