BREAKING NEWS

જામનગર : ખેડૂતો સાથે થતા અન્યાય મુદ્દે ધ્રોલમાં ‘આપ’ની રેલી: કાળી પટ્ટી ધારણ કરી

  • October 13, 2025 04:51 PM 


ખેડૂતો સાથે હળાહળ અન્યાય થઇ રહ્યો છે, તેવા ગંભીર આક્ષેપ સાથે આજે ધ્રોલમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી હતી, કાળીપટ્ટી ધારણ કરી હત અને મામલતદાર આવેદનપત્ર આપ્યું હતું, આ ઉપરાંત બોટાદની ઘટનાની પણ આકરી આલોચના કરવામાં આવી હતી.


ખેડૂતો સાથે અનેક સ્તરે અન્યાય થઇ રહ્યા છે, એમની વાત કોઇ સાંભળતું નથી, અત્રે નોંધનીય છે કે કૃષિમંત્રી આ પંથકના જ છે, આ સંજોગોમાં ધરતીપુત્રોનો અવાજ રાજકીય સરકાર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીએ ધ્રોલના ત્રિકોણ બાગથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી, સવારે ૧૦.૩૦ કલાકે આ રેલીનું પ્રસ્થાન થયું હતું અને સૂત્રોચ્ચાર કરતા કરતા દેખાવકારોનો કાફલો મામલતદાર કચેરી પહોંચ્યો હતો, જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઇ ખવા, જામનગર જિલ્લાના આપના પ્રમુખ વશરામભાઇ રાઠોડ, ધ્રોલ કિશાન સેલના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ કિરણબેન રામાણી, આપના તાલુકા પ્રમુખ મયુરસિંહ જાડેજા, કરણીસેનાના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, એડવોકેટ જી.કે. પટેલ, ડો. કલ્પેશ મકવાણા અને બથવારભાઇ સહિતના આગેવાનો આપની આ રેલીમાં જોડાયા હતા.


અત્રે નોંધનીય છે કે, આગામી ડિસેમ્બરેના માસના રાજ્યની મહા નગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, વાસ્તવમાં આ ચૂંટણીઓ રાજ્યની સત્તાની દ્રષ્ટિએ રાજના સેમીફાઇનલ તરીકે જોવામાં આવતી હોય છે અને જેનો હાથ ઉપર રહે તેને રાજ્યની સત્તા હસ્તગત કરવામાં સરળતા રહે છે એટલે ખેડૂતોનો રોષ સ્વાભાવિક રીતે નડી શકે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સંબોધીને આપના પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી ખેડૂતો ખાતાદીઠ ૩૦૦ મણથી વધારે ખરીદ કરવા તથા ખરીદી કેન્દ્ર વધારવવા તેમજ કમોસમી પાછોતરા વરસાદથી પાકમાં થયેલા નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.


આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું ગયા વર્ષની સામે બમણું વાવેતર થયું છે અને મગફળીનું બમણું ઉત્પાદન થવાનું છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમાં જામનગર જીલ્લામાં ગયા વર્ષ ૪૯૦૦૦ કરતા આ વર્ષે ૧૦૨૭૦૦ જેવું બમણી સંખ્યામાં ખેડૂત ખાતેદારોનું રજીસ્ટ્રેશન થયું છે. 


ત્યારે આપને સરકાર ખરેખર ખેડૂતોને મદદરૂપ થવા માંગતી હોઈ અને ખેડૂતે કરેલા ખર્ચનું યોગ્ય વળતર આપવા માંગતા હોઈતો ખેડૂત ખાતેદાર દીઠ લઘુતમ ૩૦૦ મણથી વધારે મગફળીની ખરીદી કરવી જોઈએ અથવા ખેડૂતોને ભાવંતર યોજના હેઠળ ૩૦૦ મણના ખેડૂતે જે ભાવે મગફળી વહેંચી હોઈ તેમાં રૂ. ૧૪૫૨  પ્રતિમણમાં જે ભાવફેર રહે તે ખાતામાં ચુકવવામાં આવે અથવા ખેડૂતોને જો ૩૦૦ મણથી ઓછી મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતો બાકીની મગફળી યાર્ડમાં કે વેપારીઓને વહેંચે તેનો ભાવફેર રૂ. ૧૪૫૨  માં જેટલો ઘટે તે ખેડૂતોને ખાતામાં જમા કરવામાં આવે. 


જેથી ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહે. સાથે જ જામનગર જીલ્લામાં ખરીદી કેન્દ્રની સંખ્યા તાલુકા વાર ૧ થી વધારી રજીસ્ટ્રેશનની સંખ્યા મુજબ ૨ થી ૩ ખરીદી કેન્દ્ર કરવામાં આવે તો ખેડૂતોને પડતી તકલીફો દુર થાય અને ખેડૂતોની મગફળી ઝડપી ખરીદાઈ સકે અને ખેડૂતોનો વાહન તથા અન્ય ખર્ચ બચાવી શકાઈ. તો આપને ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.સાથે જામનગર જીલ્લામાં કમોસમી પાછતરા વરસાદથી ખેડૂતોને મગફળી તથા કપાસના પાકમાં જે નુકશાન થયું છે તેનો તાત્કાલિક યોગ્ય સર્વે કરાવી વળતર ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application