ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના કુલ ૨૭ ગુનામાં પકડાયેલ ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો અને બિયર મળી કુલ ૮૬ લાખનો જથ્થો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોર્ટની મંજુરીથી ગઇકાલે સરકારી ખરાબામાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી પડી રહેલ મુદામાલ નિકાલ કરવા સુચના આપેલ હોય અને જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪-૨૦૨૫ના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના કુલ ૨૭ ગુનમાં પકડાયેલ ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડના દારૂની નાશ અંગેની જયુડી. મેજી. ધ્રોલ કોર્ટમાંથી મંજુરી મેળવી મુદામાલ નાશ કરવા માટે સબ ડીવી. મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરી મુદામાલ નાશ કરવા માટે મંજુરી મેળવી ધ્રોલ આહીર ક્ધયા છાત્રાલયના પાછળના ભાગે સરકારી ખરાબાનું સ્થળ નિયત કરવામાં આવ્યુ હતું.
જે અનુસંધાને તા. ૧૧-૧૧-૨૫ના ધ્રોલ આહીર ક્ધયા છાત્રાલયના પાછળના ભાગે સરકારી ખરાબામાં સ્વપ્નીલ સિસલે સબ ડીવી. મેજી ધ્રોલ તથા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, નશાબંધી અને આબકારી જીલ્લા પીએસઆઇ આર.સી. વાળા તથા ધ્રોલના પીઆઇ એચ.વી. રાઠોડની કમિટી દ્વારા મુદમાલ નાશ કરવામાં આવેલ છે.
જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડી રહેલ મુદામાલ સને ૨૦૨૪-૨૫ના પ્રોહીબીશનના ગુનામાં ઇંગ્લીશ દારૂના કુલ ૨૭ ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની બોટલ ૭૫૦ એમએલ ૫૨૧૮ તથા બિયર નંગ ૨૮૩૮ તથા નાની બોટલ ૧૮૦ એમએલ નંગ ૧૧૩૯ જેની કુલ કિ. ૮૬.૦૫.૪૫૦ના મુદામાલનો નાશ કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.