ભારતીય જનતા પાર્ટીએ રાજયના મોટાભાગના મંડલ પ્રમુખ ની જાહેરાત કરી ચુકયુ છે આજે જિલ્લ ા અને મહાનગરના પ્રમુખ ની ચુંટણી પ્રકિયા કેવી રીતે કરવાના મુદે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા કમલમ ખાતે બેઠકનુ આયોજન કરવામા આવયુ છે.જેમા ચુંટણી નિરીક્ષક, પ્રતિનિધિઓ થી માડીને વિવિધ આગેવાનોને માર્ગદર્શન આપવામા આવશે.આ ઉપરાંત ૧૮જિલ્લ ામા પ્રવર્તતી નારાજગી દુર કરવાનો પ્રયાસ કરવામા આવશે.
રાયભરમા જુદા જુદા જિલ્લ ામા ચુંટણી પ્રકિયા લોકશાહી ઢબે યોજવાનો આરભં કરાયો હતો. જેમાં બે ટર્મ સુધી સક્રિય, પરિવારના અન્ય સભ્યો કોઇ હોદ્દો ન ધરાવતા હોવા જોઇએ અને ઉંમર ૪૦ વર્ષ કે તેનાથી ઓછી હોવી જોઇએ એવા કાર્યકરે પોતે ફોર્મ ભયુ હતું. બાદ ભારતીય જનતા પાર્ટીએ રાયભરના જુદા જુદા જિલ્લ ાઓ, મહાનગરોમાં મંડલ (વોર્ડ) પ્રમુખોના નામોની જાહેરાત કરવાની શઆત કરી છે, જેમા પ્રમુખોના નામોની જાહેરાત થઇ છે. આ નામોમાં કેટલાક નામો સામે ભાજપના જ એક ફોર્મ ભરાયા પછી નિરીક્ષકો મારફતે સંબંધિત વોર્ડના આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી. તેના આધારે મંડલ પ્રમુખોના નામોની જાહેરાત થતા કેટલાય વર્ગ સમુહમાં ભારે કચવાટ પેદા થયો છે એ જ રીતે કેટલાક એવા ચહેરા એવા છે જેમના પર કૌભાંડોના આરોપો હોવા છતાં પદ મળ્યું છે તેનાથી ઘૂઘવાટ વધ્યો છે. બીજી તરફ રાયના અન્ય ભાગોની જેમ શહેરમાં પણ વર્ષેા જૂના કર્મઠ કાર્યકરો ઉંમ૨ના ક્રાઇટેરિયાને લીધે કપાઇ જવાથી નારાજ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે સદસ્યતા અભિયાન પછી સંગઠન પર્વના બીજા તબક્કામાં ૫૮૦ મંડલ (મહાનગરોમાં વોર્ડ) પ્રમુખો માટેની ચૂંટણી પ્રક્રિયા શ કરી હતી.
રાય ના ૧૮ જેટલા જિલ્લ ાઓમા પણ નારાજગી જોવા મળી રહી છે.તેને દુર કરવા પગલા લેવામા આવશે.સંગઠન પર્વમાં હવે પછી જિલ્લ ા અને મહાનગરોના પ્રમુખની નિયુકિતનો વારો આવી રહ્યો છે. તે પહેલાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે કમલમમાં એક બેઠક યોજવાના છે.આ બેઠકમાં તેમણે પ્રદેશ હોદ્દેદારો ઉપરાંત રાયના ધારાસભ્યો, વર્તમાન પ્રમુખો, જિલ્લ ા અને શહેરના ચૂંટણી અધિકારીઓ અને પ્રદેશ સ્તરના ચૂંટણી અધિકારીઓને બોલાવ્યા છે.
આ બેઠકમાં નવા પ્રમુખોની પસંદગી માટે જરી પ્રક્રિયા તેમજ ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે પ્રેઝન્ટેશન દ્રારા માર્ગદર્શન આપવામાં આવશે. આ જ પ્રકારની એક કાર્યશાળા પાટીલે વોર્ડ અને તાલુકા સ્તરના પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શ થાય તે પહેલા બોલાવી હતી. અલબત્ત વોર્ડ અને તાલુકા પ્રમુખોના નામ મુદ્દે વિવિધ વિસ્તારોમાં વિરોધ ફાટી નીકળતા હવે પાટીલ આગળના તબક્કામાં આમ ન બને તેની સૂચના આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech