દિવ્યાંગ વ્યક્તિઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તે માટે અસરકારક કામગીરી હાથ ધરવા કલેકટરશ્રીનું સૂચન
ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયતા દાખવવા અને મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લાના સૌ દિવ્યાંગજનોને સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા અપીલ કરાઈ
ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને "ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેકશન્સ"ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં કલેક્ટરએ દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દિવ્યાંગ મતદારોનું મતદાન મથકવાર મેપિંગ કરવા અને તેમના અદ્યતન ડેટાની જાળવણી કરવા, હજુ સુધી નોંધણી ન કરાવેલ દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ કરીને તેમને મતદાર યાદીમાં નોંધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા, "સુગમ મતદાન મથક" અને "સુગમ મતદાન જાગૃતિ અભિયાન" હેઠળ અવરોધમુક્ત વાતાવરણ બનાવવા પગલાં લેવા, જિલ્લામાં યોજાનારી તમામ ચૂંટણીલક્ષી તાલીમોમાં દિવ્યાંગોની વિશેષ જરૂરિયાતોનો સમાવેશ કરવો, દિવ્યાંગ વ્યક્તિઓની મતદાર તરીકે નોંધણી અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની સહભાગિતા વધે તે માટે ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરવું, દિવ્યાંગોની ચૂંટણીમાં ભાગીદારી વધારવા માટે દિવ્યાંગ સમુદાયમાંથી "ડિસ્ટ્રિક્ટ આઈકોન" (District Icon) ની નિમણૂક કરવી વગેરે મુદા પર ભાર મુક્યો હતો.
કલેક્ટરએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ દિવ્યાંગોની કાર્યક્ષમ અને અસરકારક ભાગીદારી અંગેના નિર્દેશોનો અમલ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે.દિવ્યાંગ વ્યક્તિઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરે તે જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech