BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ

  • February 23, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ જનહિત પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા ધારાસભ્ય મુળુભાઇ બેરા દ્વારા કરાઈ તાકીદ

 
દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 


સંકલન સહ ફરિયાદ સમિતિની  બેઠકમાં ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાએ વિવિધ જનહિત પ્રશ્નો ટોચ અગ્રતા આપી તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લોકોપયોગી યોજનાઓ અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.  

ઉપરાંત, બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વીજ પુરવઠો, માર્ગ મરામત, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને તાકીદે ઉકેલ લાવવા જણાવ્યું હતું. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં. 

​​​​​​​

સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર  ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application