વિન્ટર શેડુલમાં રાજકોટથી સીધી લાઈટ મુકાતા માત્ર છ દિવસમાં ૨૦,૦૦૦ મુસાફરો નોંધાય
દર વર્ષે દિવાળીના વેકેશનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર ભરના મુસાફરો ટ્રેન અને વિમાન દ્રારા ગુજરાત બહારના ડેસ્ટિનેશન પર પરિવાર સાથે ફરવા ઉપડી જતા હોય છે. જેના કારણે રાજકોટના હીરાસર એરપોર્ટ પર હવાઈ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે વિન્ટર શેડુલમાં સીધી ફલાઈટ મુકાતા હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર છ દિવસમાં ૫૯ લાઈટમાં ૧૯, ૯૨૬ મુસાફરોએ મુસાફરી કરી હતી. નવાઈની વાત તો એ છે કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ કંપનીઓ એરફેરમાં ત્રણ ગણો વધારો કર્યેા હોવા છતાં સવારથી રાત સુધી મુસાફરોની અવરજવર એરપોર્ટ પર જોવા મળી રહી છે.
રાજકોટથી દિલ્હીનું એરફેર રૂા.૧૫,૦૦૦, પુનાનું એરફેર ૧૪–૧૫,૦૦૦, ગોવા અને મુંબઈનું એરફેર ૧૦,૦૦૦ પહોંચ્યું છે. ઐંચા એરફેર છતાં દિવાળીના તહેવારોના કારણે મુસાફરોની સંખ્યામાં જબરો વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ અમદાવાદ કે મુંબઈને બદલે રાજકોટ થી સીધી લાઈટ મળતી હોવાથી પરિવહન ખર્ચ બચ્યો હોવાનું રાજકોટના મુસાફરો જણાવી રહ્યા છે. પરંતુ મુસાફરોની સંખ્યા વધવા છતાં એરપોર્ટ પર સુવિધાનો પ્રશ્ન ઘણા મુસાફરોને નડો હતો. આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર સુવિધાઓના કારણે કેટલાક મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડો હોવાનો પણ મુસાફરો પાસેથી જાણવા મળ્યું છે.
હાલમાં દિવાળીની રજાઓના માહોલ વચ્ચે રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, ગોવા, પુના, હૈદરાબાદ, બેંગ્લોર ઉપરાંત આંતરરાષ્ટ્ર્રીય સુરતની સિદ્ધિ હવાઈ સેવાનો મુસાફરો બહોળા પ્રમાણમાં લાભ રહ્યા છે.સૌરાષ્ટ્ર્રભરના પ્રવાસીઓ દેશ–વિદેશના પ્રવાસન સ્થળો પર જવા માટે હિરાસર એરપોર્ટની હવાઈ સેવાનો લાભ લેતા હોય છે. જેના કારણે ટર્મિનલ પર લોકોની ભારે અવર–જવર જોવા મળી રહે છે. મુસાફરોનો ફરવાનો ઉત્સાહ જોઈને એરલાઇન્સ કંપનીઓએ એરફેરમાં અઢીથી ત્રણ ગણો વધારો કર્યેા છે.
બીજી તરફ ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા હાથ ધરાયેલા પ્રયત્નોને કારણે દિવાળીની રજાઓમાં મુખ્યત્વે પ્રથમ યોતિલિગ સોમનાથ, જગત મંદિર દ્રારકા, પોરબંદર કિર્તિ મંદિર, જુનાગઢ ગિરનાર પર્વતના રોપવેની સફર, સાસણગીર, લાયન સફારી પાર્ક સહિતના પર્યટન સ્થળો નિહાળવા મોટી સંખ્યામાં બહારના પર્યટકો હીરાસર એરપોર્ટ પર ઉમટી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં શાળાઓમાં વેકેશન પડતું હોવાથી લોકો પરિવાર સાથે ફરવા માટે ઉપડી જતા હોય છે. સૌરાષ્ટ્ર્રમાં લાભપાંચમ સુધી રજાનો માહોલ રહેતો હોય છે. ત્યારે એરપોર્ટ પર હજુ પણ ભીડ વધે તેવી સંભાવના એરપોર્ટના સૂત્રો વ્યકત કરી રહ્યા છે