જામનગરમાં ડીસેમ્બર મહીનો પૂર્ણતાના આરે છે છતાં કડકડતી ઠંડી કેમ પડતી નથી તે સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે, ત્યારે આજકાલ તેનો જવાબ લાવ્યું છે. વેર્સ્ટન ડીર્સ્ટબન્સના કારણે આ સમસ્યા સર્જાઇ રહી હોવાનું
જામનગર સહીત રાજયભરમાં સામાન્ય રીતે નવેમ્બર મહીનાથી ઠંડીની શરૂઆત થઇ જાય છે. ડીસેમ્બર મહીનામાં તો હાડ ધ્રુજાવતી ઠંડી પડે છે. પરંતુ ચાલુ વર્ષે એકમાત્ર નલીયાને બાદ કરતા જામનગર સહીત રાજયના અન્ય જિલ્લામાં ડીસેમ્બર મહીનો પૂર્ણતાના આરે છે છતાં કડકડતી ઠંડી પડતી નથી. આ સવાલ જામનગરવાસીઓને મૂંઝવી રહ્યો છે. ત્યારે આજકાલ દ્વારા ચાલુ વર્ષે શા માટે હજુ પણ તીવ્ર ઠંડી પડતી નથી તે અંગે ઇન્ડીયા મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ(આઇએમડી)નો સંપર્ક કર્યો હતો. આઇએમડીના સાયન્ટીસ્ટ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વેર્સ્ટન ડીર્સ્ટનબન્સનું પ્રમાણ વધુ છે.
જેના કારણે પવનની પેર્ટન બદલાઇ છે. હાલમાં ગુજરાતમાં ઉતર એટલે કે રાજસ્થાન તરફથી જે ઠંડા પવનો આવવા જોઇએ તે આવતા નથી. વેર્સ્ટન ડીર્સ્ટનબન્સના કારણે પૂર્વ તરફથી એટલે કે મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ તરફથી ગરમ પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. જેના કારણે તીવ્ર ઠંડી પડી રહી નથી. અગાઉના વર્ષોમાં પણ વેર્સ્ટન ડીર્સ્ટનબન્સના કારણે ડીસેમ્બર મહીનામાં ઠંડી ન પડી હોવાનું નોંધાયું છે. જો કે, આગામી દીવસોમાં પવનની પેર્ટન બદલાતા અને ઉતર તરફથી ઠંડા પવનો આવતા જામનગર સહીત રાજયભરમાં કડકડતી ઠંડી પડવાની શકયતા નકારી શકાતી નથી.
વેર્સ્ટન ડીર્સ્ટનબન્સના કારણે જામનગર તેમજ રાજયના અન્ય જિલ્લામાં હજુ પણ સવારે અને રાત્રીના ઠંડી તો બપોરે આકારા તાપના કારણે મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેના કારણે તાવ, શરદી, ઉધરસનો વાયરલ રોગચાળાના કેસમાં વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ કડકડતી ઠંડી ન પડતા ચણા, જીરૂ, ઘઉં સહીતના શિયાળુ પાકમાં રોગચાળાની ભીતિ ઉભી થઇ છે. આટલું જ નહીં પાકની ગુણવતા અને ઉત્પાદન પર પણ માઠી અસર થવાની શકયતા કૃષી તજજ્ઞોએ દર્શાવી છે.
વેર્સ્ટન ડીર્સ્ટનબન્સ એટલે શું?, કેવી રીતે સર્જાય છે
ડીસેમ્બર મહીનો પૂર્ણતાના આરે છે છતાં વેર્સ્ટન ડીર્સ્ટનબન્સના કારણે કડકડતી ઠંડી પડતી નથી. ત્યારે આ વેર્સ્ટન ડીર્સ્ટનબન્સ એટલે શું અને તે કેવી રીતે સર્જાય છે તે પણ જાણવા જેવું છે. આઇએમડીના વૈજ્ઞાનીકના પ્રદીપ શર્માના જણાવ્યાનુસાર ,મેડીટ્રેનીયન અને કાસ્પીયન સી તરફથી આવતા પવન ભેજ અને ટ્રફ સાથે લાવે છે.આથી વાદળો બને છે અને લો-પ્રેસર સીસ્ટમ સર્જાય છે. જેને વેર્સ્ટન ડીર્સ્ટનબન્સ કહેવાય છે. આ કારણોસર દેશના અમુક રાજયોમાં સ્નો ફોલ (બરફ વર્ષા) અનેે ફોગ એટલે કે ધુમ્મસ જોવા મળે છે તો અમુક રાજયોમાં વરસાદ પણ પડે છે. આઇએમડીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. ઠંડીના બદલે હજુ પણ મિશ્ર ઋતુથી વાયરલ રોગચાળો વકર્યો છે. આટલું જ નહીં ઘઉં, ચણા, જીરૂ સહીતા શિયાળુ પાકને પણ માઠી અસર થઇ રહી હોવાનું તજજ્ઞોેએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application